News Continuous Bureau | Mumbai
Textiles Ministry Handloom : સરકારે દેશમાં હાથવણાટના ( Handloom ) ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પગલાં લીધાં છે. હાથવણાટનાં ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને હાથવણાટનાં કામદારોનાં કલ્યાણ માટે એન્ડ ટુ એન્ડ સપોર્ટ પ્રદાન કરવા માટે, ટેક્સટાઇલ મંત્રાલય ( Textiles Ministry ) સમગ્ર દેશમાં નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને રૉ મટિરિયલ સપ્લાય સ્કીમ અમલમાં મૂકી રહ્યું છે.
નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ( National Handloom Development Programme ) હેઠળ લાયકાત ધરાવતી હેન્ડલૂમ સંસ્થાઓ/કામદારોને અપગ્રેડેડ લૂમ્સ અને એસેસરીઝ, સોલર લાઇટિંગ યુનિટ્સ, વર્કશેડનું નિર્માણ, પ્રોડક્ટ અને ડિઝાઇન ડેવલપમેન્ટ, ટેકનિકલ અને કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્થાનિક/વિદેશી બજારોમાં હેન્ડલૂમનાં ઉત્પાદનોનું માર્કેટિંગ વગેરે માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.
વીવર્સ મુદ્રા લોન/કન્સેશનલ ઋણ યોજના અંતર્ગત વ્યક્તિગત વણકર અને હાથવણાટ સંસ્થાઓ માટે માર્જિન મની સહાય; ત્રણ વર્ષના સમયગાળા માટે લોન પર વ્યાજમાં છૂટ અને ક્રેડિટ ગેરંટી ફી આપવામાં આવે છે.
જીવન અને આકસ્મિક વીમા કવચ, તેમના બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ વગેરે મારફતે હાથવણાટના કામદારોના કલ્યાણ માટેની જોગવાઈ કરવામાં આવી છે. માર્ગદર્શિકામાં ગરીબ સંજોગોમાં ૬૦ વર્ષથી વધુ વયના એવોર્ડી વણકર માટે નાણાકીય સહાયની પણ જોગવાઈ છે.
કાચા માલના પુરવઠા યોજના ( Raw Material Supply Scheme ) હેઠળ મંત્રાલય લાભાર્થીના ઘરઆંગણે યાર્નના પરિવહન માટે પરિવહન સબસિડી અને કોટન હેન્ક યાર્ન, ડોમેસ્ટિક સિલ્ક, વૂલન અને લિનન યાર્ન તથા કુદરતી રેસાના મિશ્રિત યાર્ન પર 15 ટકા ભાવ સબસિડી આપે છે.
હાથવણાટનાં ઉત્પાદનોને ( Handicraft products ) નિકાસ પ્રોત્સાહન આપવા માટે હેન્ડલૂમ નિકાસ સંવર્ધન પરિષદ વૈશ્વિક સ્તરે ભારતીય હાથવણાટનાં ઉત્પાદનોને પ્રાધાન્ય આપવા આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ મેળાઓ/કાર્યક્રમોનું આયોજન કરે છે/સહભાગી થાય છે..
7મી ઓગસ્ટ, 2015ના રોજ નેશનલ હેન્ડલૂમ ડે તરીકે ઉજવણી દરમિયાન ‘ઇન્ડિયા હેન્ડલૂમ’ બ્રાન્ડની શરૂઆત ઉચ્ચ ગુણવત્તાયુક્ત હેન્ડલૂમ ઉત્પાદનોના બ્રાન્ડિંગ માટે કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ શૂન્ય ખામીયુક્ત અને પર્યાવરણ પર શૂન્ય અસર સાથે ઉચ્ચ ગુણવત્તાયુક્ત હેન્ડલૂમ પ્રોડક્ટ્સનાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો હતો. “ઇન્ડિયા હેન્ડલૂમ” બ્રાન્ડ શરૂ થયા પછી 184 પ્રોડક્ટ કેટેગરી હેઠળ 1,998 રજિસ્ટ્રેશન ઇશ્યૂ કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચોઃ TRAI : મેસેજિંગ સેવાઓના દુરુપયોગને રોકવા ટ્રાઇએ એક્સેસ સર્વિસ પ્રોવાઇડર્સને જારી કર્યા દિશાનિર્દેશો
કોવિડ-19 રોગચાળા દરમિયાન હાથવણાટના કામદારોને પડતી સમસ્યાઓનું સમાધાન કરવા માટે સરકારે દેશભરમાં નીચે મુજબનાં પગલાં લીધાં હતાં.
ભારત સરકારે દેશના અર્થતંત્રને વેગ આપવા અને ભારતને આત્મનિર્ભર બનાવવા માટે વિશેષ આર્થિક પેકેજ એટલે કે આત્મ નિર્ભાર ભારત અભિયાનની જાહેરાત કરી હતી. વિવિધ ક્ષેત્રોને તેમના વ્યવસાયોને પુનર્જીવિત કરવા માટે રાહત અને ક્રેડિટ સપોર્ટ પગલાંની જાહેરાત કરવામાં આવી હતી અને તે પાત્ર વણકર અને હેન્ડલૂમ સંસ્થાઓ માટે પણ ઉપલબ્ધ હતા.
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ તેમના સ્ટેટ હેન્ડલૂમ કોર્પોરેશનો/સહકારી સંસ્થાઓ/એજન્સીઓને હાથવણાટના વણકરો પાસે ઉપલબ્ધ પૂર્ણ ઇન્વેન્ટરી ખરીદવા નિર્દેશ આપે.
ઉત્પાદકતા વધારવા, માર્કેટિંગ ક્ષમતાઓ વધારવા અને વધુ સારી આવકને સુલભ કરવા દેશમાં 151 હેન્ડલૂમ ઉત્પાદક કંપનીઓ (પીસી)ની રચના કરવામાં આવી છે.
હેન્ડલૂમ વણકરોને સરકારી ઇ-માર્કેટ પ્લેસ પર ઓનબોર્ડ કરવામાં આવ્યા હતા, જેથી તેઓ તેમના ઉત્પાદનોને વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓને સીધા જ વેચી શકે. જનરલ ફાઇનાન્સિયલ રૂલ (જીએફઆર) 2017ના નિયમ 153માં એક સુધારો રજૂ કરવામાં આવ્યો હતો, જે અનુસાર, “કેન્દ્ર સરકારના વિભાગો દ્વારા જરૂરી ટેક્સટાઇલ્સની તમામ ચીજવસ્તુઓમાંથી, કેવીઆઇસી અને/ અથવા હેન્ડલૂમ ક્લસ્ટર્સ જેમ કે કો-ઓપરેટિવ સોસાયટીઝ, સેલ્ફ હેલ્પ ગ્રૂપ (એસએચજી) ફેડરેશનો પાસેથી, હેન્ડલૂમમૂળની ચીજવસ્તુઓમાંથી ઓછામાં ઓછી 20 ટકા ચીજવસ્તુઓની ખરીદી કરવી ફરજિયાત રહેશે. જોઇન્ટ લાયબિલિટી ગ્રૂપ (જેએલજી), પ્રોડ્યુસર કંપનીઓ (પીસી), કોર્પોરેશનો વગેરેમાં પેહચન કાર્ડ ધરાવતા વીવર્સનો સમાવેશ થાય છે.
હેન્ડલૂમ ઉત્પાદકોને બી2બી ખરીદનારાઓ/હેન્ડલૂમ કામદારો માટે નિકાસ માટે હેન્ડલૂમ ઉત્પાદનો પ્રદર્શિત કરવા માટે વર્ચ્યુઅલ મેળાઓનું આયોજન કરીને સુવિધા આપવામાં આવી હતી. વર્ષ 2020-21માં 10 વર્ચ્યુઅલ મેળા અને 2021-22માં 10 વર્ચ્યુઅલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વર્ષ 2021-22માં દેશના વિવિધ ભાગોમાં વણકરો માટે તેમના ઉત્પાદનોનું માર્કેટિંગ અને વેચાણ કરી શકે તે માટે 211 ડોમેસ્ટિક માર્કેટિંગ ઇવેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચોઃ Badlapur School Case: બદલાપુરની શાળામાં છોકરીઓનું યૌન શોષણ, વિરોધ પ્રદર્શન થયું ઉગ્ર; પોલીસ પર પથ્થરમારો: જુઓ વિડીયો
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.