ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 ઑક્ટોબર, 2021
શુક્રવાર
દશેરાના દિવસે રાવણદહન અને અન્ય પ્રકારની પૂજા સાથે શસ્ત્રોની પૂજા કરવાની માન્યતા અને પરંપરા પણ છે. આ ક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાત સંરક્ષણ કંપનીઓ દેશને સમર્પિત કરી. આ કંપનીઓમાં સંરક્ષણનાં સાધનો, હથિયારો અને વાહનોનું ઉત્પાદન કરવામાં આવશે. આમાં પિસ્તોલથી લઈને ફાઇટર પ્લેન સુધીનું ઉત્પાદન કરવામાં આવશે. આ કંપનીઓને સમર્પિત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આત્મનિર્ભરતા સાથે આપણે દેશને વિશ્વની સૌથી મોટી સૈન્ય શક્તિ બનાવવી છે.
કહ્યું કે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત અમારી સરકારે દેશને સૌથી મોટી સૈન્ય શક્તિ બનાવવાનું લક્ષ્ય પણ નક્કી કર્યું છે. આ કંપનીઓ દ્વારા દેશને શસ્ત્રો, લશ્કરી વાહનો અને અદ્યતન ટેક્નોલૉજી મળશે. આ દેશને સંરક્ષણ સાધનોના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવશે.
વડા પ્રધાને કહ્યું કે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ આ સંરક્ષણ કંપનીઓને 65,000 કરોડ રૂપિયાના ઑર્ડર પહેલેથી જ આપવામાં આવ્યા છે. દેશની વ્યાખ્યા સંશોધન અને નવીનતા દ્વારા નક્કી કરવામાં આવશે. ભારતના વિકાસનું આ સૌથી મહત્ત્વનું ઉદાહરણ છે. મોદીએ કહ્યું હતું કે નવીનીકરણ કરનારાઓને સંપૂર્ણ સ્વતંત્રતા આપવી પડશે, તો જ તેઓ દેશ માટે નવી ટેક્નોલૉજી વિકસાવી શકશે.
આ વ્યકિતના કહેવાથી રતન તાતાએ ખરીદ્યુ હતું ઍર ઇન્ડિયા, જાણો એ વ્યકિત વિશે
આગળ કહ્યું કે આપણું ધ્યેય નેતૃત્વ કરવાનું છે, નહીં કે બરાબરી કરવાનો. અમે છેલ્લાં પાંચ વર્ષમાં ભારતની સંરક્ષણ નિકાસમાં 315 ટકાનો વધારો કર્યો છે. વડા પ્રધાને આ કંપનીઓને સંશોધન અને નવીનતાને તેમની કાર્ય સંસ્કૃતિનો એક ભાગ બનાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે દેશના સ્ટાર્ટઅપ્સે પણ આ કંપનીઓ સાથે કામ કરવું જોઈએ.