News Continuous Bureau | Mumbai
Ram Mandir: રામલલાના દર્શન કરવા મુંબઈથી પગપાળા નીકળેલી મુસ્લિમ યુવતી ( Muslim girl ) શબનમ શેખ હવે અયોધ્યાથી 179 કિલોમીટર દૂર છે. હાલમાં તે યુપીના ( UP ) ફતેહપુર પહોંચી ગઈ છે. હિન્દુ ધર્મથી પ્રભાવિત શબનમ શેખ કહે છે કે મને ચાલવાનું શરૂ કર્યાને 35 દિવસ થઈ ગયા છે. મારો હેતુ માત્ર ભગવાન રામના ( Ram Lalla ) દર્શન કરવાનો છે. મારે રામલાલના ચરણ સ્પર્શ કરવા છે.
મિડીયા સાથે વાત તેણે કહ્યું હતું કે મેં ( Shabnam Shaikh ) બાળપણથી રામાયણ ( Ramayan ) અને રામલીલા જોઈ છે. ભગવાન રામની વાર્તાઓ સાંભળી છે. ક્યાંક ને ક્યાંક હું તેમનાથી ખૂબ પ્રભાવિત છું. હિંદુ વિસ્તારમાં રહીને મેં તેમના વિશે ઘણું શીખ્યું છે. હું બાળપણથી જ તેમનામાં વિશ્વાસ રાખું છું. હું 21 ડિસેમ્બર 2023ના રોજ મુંબઈથી પગપાળા ચાલીને નીકળી છું. હવે મારી આ પગપાળા યાત્રા માત્ર 179 કિલોમીટરની બાકી રહી ગઈ છે. મારી સાથે મારા ત્રણ મિત્રો પણ છે, બે મુંબઈના છે. એક મિત્ર ભોપાલનો છે.
Ram kisi dharam ka virodh nahni..
Ram woh soch he jishe jo jana woh insaniyat bhi jana aur dharm bhi🙏❤️ Jay shree Ram..Ayodhya me swagat he shabnam shaikh🙏#RamMandir #AyodhyaSriRamTemple pic.twitter.com/AWGiu416xp
— Mihir Ranjan Mohanty (@Mihir7775) January 21, 2024
અમે 1400 કિલોમીટરની સફર પૂરી કરી લીધી છે..
શબનમે કહ્યું કે મારા ત્રણ મિત્રો પ્રવાસ દરમિયાન મારી ખૂબ કાળજી લે છે. અમે આખી રાત ચાલીએ છીએ. અમે 1400 કિલોમીટરની સફર પૂરી કરી લીધી છે. આ મારું સૌભાગ્ય છે કે મને રામલલાના દર્શન કરવાનો મોકો મળી રહ્યો છે. ભગવાન રામ આપણા બધાની અંદર વસે છે. તેમની કૃપાથી જ મારી અત્યાર સુધીની સફર સારી રીતે ચાલી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Weather Update : મહારાષ્ટ્રમાં આજે પણ ઠંડી યથાવત.. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો.. હવામાન વિભાગની આગાહી..
શબનમે કહ્યું કે જો ભગવાન રામે 14 વર્ષ વનવાસ ભોગવ્યો હોય તો શું આપણે તેમના મંદિરે ( Ram Mandir ) જવા માટે પગપાળા મુસાફરી પણ ન કરી શકીએ? મેં જોયું છે કે કેટલાક રામલલાના દર્શન કરવા સાઇકલ પર, કેટલાક બાઇક પર અને કેટલાક પગપાળા જતા હોય છે. આવી સ્થિતિમાં જો હું ભગવાન રામના દર્શન કરવા પગપાળા જઈ રહી છુંય તો તે મારા માટે સૌભાગ્યની વાત છે. અમે તો બસ રામનામનો જપ કરીને ચાલતા જઈએ છીએ.
કડકડતી ઠંડી વચ્ચે પગપાળા મુસાફરી કરતી વખતે શબનમ શેખને પગમાં ફોલ્લા પડી ગયા છે. પરંતુ તેમ તેમની શ્રદ્ધાની અડગ છે પ્રવાસ દરમિયાનની તમામ મુશ્કેલીઓ વચ્ચે પણ શબનમના ચહેરા પર જરા સરખો પણ થાક નથી વર્તાતો, કે ન તો કોઈ નિરાશા. હિજાબ પહેરેલી શબનમ રામ નામ અને રામ ભજન ગાઈને તેની મુસાફરીને સરળ બનાવી રહી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)