Site icon

PM Modi New York: PM મોદીએ ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને કર્યું સંબોધન, આટલા હજારથી વધુ લોકોએ આપી હાજરી

PM Modi New York: પ્રધાનમંત્રીએ ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો

The PM Narendra Modi addressed the Indian community in New York

The PM Narendra Modi addressed the Indian community in New York

News Continuous Bureau | Mumbai 

PM Modi New York:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​ન્યૂયોર્કના લોંગ આઇલેન્ડમાં એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયના વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં 15 હજારથી વધુ લોકોએ હાજરી આપી હતી.  

Join Our WhatsApp Community

સમુદાય દ્વારા અસાધારણ ઉષ્મા અને ઉત્સાહ સાથે પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સભાને સંબોધતા વડાપ્રધાને નોંધ્યું હતું કે ભારતીય અમેરિકન સમુદાય દ્વારા ભારત-અમેરિકાના સંબંધો ગહન રીતે સમૃદ્ધ છે, જે બે મહાન લોકશાહી દેશો વચ્ચેના સંબંધોને ઉત્તેજન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ બિડેન સાથેની તેમના ડેલાવેર ખાતેના ઘરે અગાઉના દિવસે તેમની મુલાકાત વિશે વાત કરી હતી. આ વિશેષ સંકેત ભારતીય સમુદાયે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે બાંધેલા વિશ્વાસના સેતુને પ્રતિબિંબિત કરે છે.

પ્રધાનમંત્રીએ ( Narendra Modi ) 2047 સુધીમાં વિકિસિત ભારત માટેના તેમના વિઝન વિશે વાત કરી હતી. તેમણે નોંધ્યું હતું કે માનવ ઇતિહાસની સૌથી મોટી લોકશાહી કવાયતએ તેમને ઐતિહાસિક ત્રીજી મુદત આપી હતી, જેમાં તેઓ વધુ સમર્પણ સાથે ભારતની પ્રગતિ માટે કામ કરવા માટે પ્રતિબદ્ધ હતા. તેમણે છેલ્લા એક દાયકામાં ભારતમાં પરિવર્તનશીલ ફેરફારોને પ્રકાશિત કર્યા – આગામી પેઢીના માળખાકીય સુવિધાઓના નિર્માણથી લઈને 250 મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા સુધી, ભારતની આર્થિક વૃદ્ધિ અને 10મી સૌથી મોટી અર્થવ્યવસ્થા માંથી 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા અને હવે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્ય છે.

પ્રધાનમંત્રીએ લોકોની ( Indian community ) આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે સુધારાને આગળ ધપાવવાની સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી હતી. તેમણે નવીનતા, ઉદ્યોગસાહસિકતા, સ્ટાર્ટ-અપ્સ, નાણાકીય સમાવેશ અને ડિજિટલ સશક્તીકરણ સાથે વિકાસ અને સમૃદ્ધિને આગળ ધપાવતા દેશમાં નવી ગતિશીલતાનો ઉલ્લેખ કર્યો. તેમણે મહિલાઓની આગેવાની હેઠળના વિકાસ અને હરિયાળી સંક્રમણની પાયાના સ્તરે પરિવર્તનકારી અસરને પ્રકાશિત કરી.

પ્રધાનમંત્રીએ ( PM Modi USA ) નોંધ્યું હતું કે વૈશ્વિક વૃદ્ધિ, સમૃદ્ધિ, શાંતિ અને સુરક્ષા, આબોહવા પરિવર્તનની ક્રિયા, નવીનતા, પુરવઠા અને મૂલ્ય શૃંખલાઓ અને વૈશ્વિક કૌશલ્ય-ખાપાઓ ભરવામાં ભારતનું ( Viksit Bharat ) મુખ્ય યોગદાન છે. ભારતનો અવાજ આજે વૈશ્વિક ક્ષેત્રે વધુ ઊંડો અને બુલંદ બની રહ્યો છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Mumbai : મુંબઈમાં ભારત જૈન મહામંડળ દ્વારા જૈન સમાજ રત્ન અલંકરણ સમારોહનું આયોજન, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત CM એકનાથ શિંદે રહ્યા ઉપસ્થિત

પ્રધાનમંત્રીએ યુએસમાં બે નવા ભારતીય વાણિજ્ય દૂતાવાસ ( Indian Embassy ) ખોલવાની જાહેરાત કરી – બોસ્ટન અને લોસ એન્જલસમાં – અને હ્યુસ્ટન યુનિવર્સિટીમાં તમિલ અભ્યાસની તિરુવલ્લુવર ચેર. આ પહેલો ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સમાં તેના ડાયસ્પોરા વચ્ચેના જીવંત સેતુને વધુ મજબૂત બનાવશે. તેમણે આશા વ્યક્ત કરી કે ભારતીય ડાયસ્પોરા, તેની મજબૂત સંકલન શક્તિ સાથે, ભારત અને યુએસ વચ્ચે ગાઢ સંબંધોને ઉત્તેજન આપવા માટે નિર્ણાયક ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
BJP Organizational Changes: અધ્યક્ષ બનતા જ નિતિન નબીનનો માસ્ટરસ્ટ્રોક! વિનોદ તાવડે અને આશિષ શેલારને સોંપી મોટી જવાબદારી; ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર
Sunita Williams: અવકાશના ક્ષેત્રમાં એક યુગનો અંત: 27 વર્ષની સેવા અને 608 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા બાદ સુનિતા વિલિયમ્સ નાસામાંથી નિવૃત્ત.
Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Exit mobile version