Site icon

PM Narendra Modi: પ્રધાનમંત્રી 3 ઓગસ્ટે કૃષિ અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

PM Narendra Modi: સમ્મેલનનો વિષયઃ સતત કૃષિ ખાદ્ય પ્રણાલીઓ તરફ પરિવર્તન. તેમાં ભારતની કૃષિ પ્રગતિને દર્શાવવામાં આવશે, જેમાં ડિજિટલ કૃષિ અને સતત કૃષિ-ખાદ્ય પ્રણાલીઓમાં પ્રગતિનો સમાવેશ થાય છે. કોન્ફરન્સમાં લગભગ 75 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે.

The PM Narendra Modi will inaugurate the 32nd International Conference of Agricultural Economists on August 3

The PM Narendra Modi will inaugurate the 32nd International Conference of Agricultural Economists on August 3

 News Continuous Bureau | Mumbai 

PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3 ઓગસ્ટ 2024ના રોજ સવારે 9.30 કલાકે રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ( NASC ) સંકુલ, નવી દિલ્હી ખાતે કૃષિ અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદ ( ICAE ) નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી જનસભાને સંબોધિત પણ કરશે. 

Join Our WhatsApp Community

ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એગ્રીકલ્ચરલ ઇકોનોમિસ્ટ ( International Association of Agricultural Economists ) દ્વારા આયોજિત ત્રિવાર્ષિક કોન્ફરન્સ 02થી 07 ઓગસ્ટ 2024 દરમિયાન યોજાશે. ICAE 65 વર્ષ બાદ ભારતમાં આયોજિત થઈ રહ્યું છે.

આ વર્ષની કોન્ફરન્સની થીમ છે, “સસ્ટેનેબલ એગ્રી-ફૂડ સિસ્ટમ્સ તરફ પરિવર્તન.” ( Transition to Sustainable Agri-Food Systems ) તેનો ઉદ્દેશ્ય વૈશ્વિક પડકારો જેમ કે જળવાયુ પરિવર્તન, પ્રાકૃતિક સંસાધનોના અધોગતિ, વધતા ઉત્પાદન ખર્ચ અને સંઘર્ષ જેવા વૈશ્વિક પડકારોને ધ્યાનમાં રાખીને ટકાઉ કૃષિની ( Sustainable agriculture ) જરૂરિયાતને પહોંચી વળવાનો છે. આ પરિષદ વૈશ્વિક કૃષિ પડકારો માટે ભારતના સક્રિય અભિગમને પ્રકાશિત કરશે અને કૃષિ સંશોધન અને નીતિમાં દેશની પ્રગતિનું પ્રદર્શન કરશે.

આ સમાચાર પણ વાંચો  :  IIT Delhi: આઈઆઈટી દિલ્હીએ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના ફંડેડ પ્રોજેક્ટ NNetRA હેઠળ સ્વદેશી હેલ્થકેર ટેકનોલોજીઓને ઉદ્યોગોમાં સ્થાનાંતરણ કરી      

ICAE 2024 યુવા સંશોધકો અને અગ્રણી વ્યાવસાયિકો માટે તેમના કાર્ય અને નેટવર્કને વૈશ્વિક સાથીદારો સાથે રજૂ કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપશે. તેનો હેતુ સંશોધન સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ વચ્ચેની ભાગીદારીને મજબૂત કરવાનો, રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે નીતિનિર્માણને પ્રભાવિત કરવાનો અને ડિજિટલ કૃષિ અને ટકાઉ કૃષિ-ખાદ્ય પ્રણાલીઓમાં પ્રગતિ સહિત ભારતની કૃષિ પ્રગતિ દર્શાવવાનો છે. આ કોન્ફરન્સમાં લગભગ 75 દેશોમાંથી લગભગ 1,000 પ્રતિનિધિઓ ભાગ લેશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

New Traffic Challan Rules: ચલણ ભરતા પહેલા આ સમાચાર જરૂર વાંચજો! ટ્રાફિક દંડને ઓનલાઇન પડકારવાની સુવિધા શરૂ; જાણો પુરાવા તરીકે કયા ડોક્યુમેન્ટ્સ રાખવા પડશે સાથે.
PM Narendra Modi: બાળાસાહેબ ઠાકરે એટલે અણનમ નેતૃત્વ! જન્મ શતાબ્દી પર PM મોદીએ મરાઠીમાં પોસ્ટ શેર કરી વધાર્યું મહારાષ્ટ્રનું માન; જાણો આખી વિગત
IMD Weather Alert:વરસાદ અને કરાનો ડબલ એટેક! દિલ્હી-યુપીમાં બદલાયો મિજાજ, વાવાઝોડા સાથે ત્રાટકશે આફત; જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Exit mobile version