Site icon

Conference of Governors: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મૂએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્યપાલોની પરિષદનું ઉદઘાટન કર્યું

Conference of Governors: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મૂએ આજે (2 ઓગસ્ટ, 2024) નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાજ્યપાલોની પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું

The President Droupadi Murmu inaugurated the Conference of Governors at Rashtrapati Bhavan today

The President Droupadi Murmu inaugurated the Conference of Governors at Rashtrapati Bhavan today

 News Continuous Bureau | Mumbai 

Conference of Governors: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મૂએ આજે (2 ઓગસ્ટ, 2024) નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ( Rashtrapati Bhavan ) ખાતે રાજ્યપાલોની પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સંમેલનમાં વિવિધ મુદ્દાઓને આવરી લેવામાં આવશે, જે માત્ર કેન્દ્ર-રાજ્ય સંબંધોને આકાર આપવામાં જ નહીં પરંતુ સામાન્ય લોકો માટે કલ્યાણકારી યોજનાઓને પ્રોત્સાહન આપવામાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. 

Join Our WhatsApp Community

તેમની પ્રારંભિક ટિપ્પણીમાં, રાષ્ટ્રપતિએ કહ્યું કે આ સંમેલનના એજન્ડામાં કાળજીપૂર્વક પસંદ કરેલા મુદ્દાઓ શામેલ છે જે આપણા રાષ્ટ્રીય લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં નિર્ણાયક છે. તેમણે કહ્યું કે, આ પરિષદની ચર્ચાઓ તમામ સહભાગીઓ માટે એક સમૃદ્ધ અનુભવ હશે અને તેમની કામગીરીમાં તેમને મદદ કરશે.

ઉપરાષ્ટ્રપતિ ( Jagdeep Dhankhar ) ,  પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહ મંત્રીએ ( Amit Shah ) પણ ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરે રાજ્યપાલોના શપથનો ઉલ્લેખ કર્યો હતો અને છેલ્લા એક દાયકા દરમિયાન થયેલી સામાજિક કલ્યાણકારક યોજનાઓ અને અકલ્પનીય વિકાસ માટે લોકોને જાગૃત કરવાની તેમની બંધારણીય જવાબદારી અદા કરવા વિનંતી કરી હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) પોતાનાં સંબોધનમાં રાજ્યપાલોને કેન્દ્ર અને રાજ્ય વચ્ચે અસરકારક સેતુની ભૂમિકા અદા કરવા તથા વંચિત લોકોને સાથ-સહકાર મળે એ રીતે લોકો અને સામાજિક સંસ્થાઓ સાથે આદાનપ્રદાન કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યપાલનું ( Governors ) પદ મહત્ત્વપૂર્ણ સંસ્થા છે, જે બંધારણનાં માળખાની અંદર, ખાસ કરીને આદિવાસી વિસ્તારોનાં સંદર્ભમાં, રાજ્યનાં લોકોનાં કલ્યાણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે આ બે દિવસીય સંમેલનમાં થનારી ચર્ચાનો દોર વર્ણવ્યો હતો અને રાજ્યપાલોને વાઇબ્રન્ટ ગામડાઓ અને મહત્વાકાંક્ષી જિલ્લાઓની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો, જેથી લોકોમાં વિશ્વાસ પેદા થાય અને વિકાસલક્ષી કાર્યોને વેગ મળે.

રાષ્ટ્રપતિએ સંમેલનને ખુલ્લુ જાહેર કરતા કહ્યું કે, અપરાધિક ન્યાય સાથે જોડાયેલા ત્રણ નવા કાયદા લાગુ થવાની સાથે જ દેશમાં ન્યાય પ્રણાલીના નવા યુગની શરૂઆત થઈ ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે આપણી વિચારસરણીમાં પરિવર્તન કાયદાના નામથી સ્પષ્ટ થાય છે: ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સક્ષ્ય અધિનિયમ.

આ સમાચાર પણ વાંચો  :  Surat Land Grabbing Act: લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત સુરત શહેરમાં થયેલી કામગીરી સંદર્ભે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

રાષ્ટ્રપતિએ કહ્યું કે લોકશાહીની સુચારુ કામગીરી માટે, તે મહત્વપૂર્ણ છે કે વિવિધ કેન્દ્રીય એજન્સીઓ તમામ રાજ્યોમાં વધુ સારા સંકલન સાથે કામ કરે. તેમણે રાજ્યપાલોને સલાહ આપી હતી કે તેઓ, સંબંધિત રાજ્યોના બંધારણીય વડાઓ તરીકે, આ સંકલનને કેવી રીતે પ્રોત્સાહન આપી શકે છે તે વિશે વિચારે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ એક અમૂર્ત સંપત્તિ છે કારણ કે તે વ્યક્તિગત વિકાસ અને સામાજિક પરિવર્તન તેમજ નવીનતા અને આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપે છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ શૈક્ષણિક સંસ્થાઓની માન્યતા અને આકારણી પ્રણાલીમાં સુધારો કરવા પર ભાર મૂકે છે. તેમણે રાજ્યપાલોને વિનંતી કરી કે તેઓ રાજ્યની યુનિવર્સિટીઓના કુલપતિ તરીકેની તેમની ક્ષમતામાં આ સુધારણા પ્રક્રિયામાં ફાળો આપે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત સરકાર ગરીબો, સરહદી વિસ્તારો, વંચિત વર્ગો અને વિસ્તારોના વિકાસને સૌથી વધુ પ્રાધાન્ય આપી રહી છે, અને વિકાસ યાત્રામાં પાછળ રહી ગયેલા લોકો છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે, આપણી આદિવાસી વસતિનો મોટો વર્ગ અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારોમાં રહે છે તથા તેમણે રાજ્યપાલોને આ વિસ્તારોનાં લોકોનો સર્વસમાવેશક વિકાસ હાંસલ કરવાનાં માર્ગો સૂચવવા અપીલ કરી હતી.

રાષ્ટ્રપતિએ કહ્યું કે જો યુવાનોની ઉર્જાને સકારાત્મક અને રચનાત્મક કાર્યમાં વાપરી શકાય તો ‘યુવા વિકાસ’ અને ‘યુવાનોની આગેવાની હેઠળનો વિકાસ’ વધુ વેગ પકડશે. ‘માય ભારત’ અભિયાન આ હેતુ માટે એક સુવિચારિત વ્યવસ્થા પૂરી પાડે છે. રાજ્યપાલોએ આ અભિયાન સાથે સંકળાયેલા લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ જેથી વધુને વધુ યુવાનોને લાભ મળે, એમ તેમણે જણાવ્યું હતું.

‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અભિયાનનો ઉલ્લેખ કરતાં તેમણે નોંધ્યું હતું કે, તેનાથી વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં લોકો એકબીજાને સમજી શકે છે અને એકબીજા સાથે જોડાઈ શકે છે. તેમણે રાજ્યપાલોને એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવવામાં યોગદાન આપવા વિનંતી કરી હતી.

આ સમાચાર પણ વાંચો  :  Rashtrapati Bhavan PM Modi: પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્યપાલોની પરિષદમાં હાજરી આપી

રાષ્ટ્રપતિએ કહ્યું કે જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ જેવા પડકારોનો સામનો કરવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ‘એક પેડ મા કે નામ’ અભિયાનને મોટા પાયે જન આંદોલન બનાવીને રાજ્યપાલો આમાં યોગદાન આપી શકે છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે કુદરતી ખેતીને પ્રોત્સાહન આપીને, આપણે જમીનની ફળદ્રુપતા વધારી શકીએ છીએ અને ખેડૂતોની આવકમાં વધારો કરી શકીએ છીએ. તેમણે જણાવ્યું હતું કે કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે, રાજભવનો ઉદાહરણ દ્વારા નેતૃત્વ કરી શકે છે.

રાષ્ટ્રપતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તમામ રાજ્યપાલો લોકોની સેવા અને કલ્યાણમાં યોગદાન આપતા રહેશે, તેમણે લીધેલા શપથને ન્યાય આપતા રહેશે.

આ પરિષદની રચના એવી રીતે કરવામાં આવી છે કે જેમાં રાજ્યપાલોના પેટાજૂથો દરેક એજન્ડા આઇટમ પર વિચાર-વિમર્શ કરશે. રાજ્યપાલો ઉપરાંત આ પ્રકારનાં સત્રોમાં કેન્દ્રીય મંત્રીઓ અને સંબંધિત મંત્રાલયોનાં અધિકારીઓ પણ સામેલ થશે. આવતીકાલે (3 ઓગસ્ટ, 2024) સમાપન સત્ર દરમિયાન પેટા-જૂથોના અવલોકનો અને સૂચનો રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને અન્ય સહભાગીઓ સમક્ષ રજૂ કરવામાં આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
CBSE Board Exam: CBSE ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર!
National Unity Day: રાષ્ટ્રીય એકતા દિવસ: PM મોદીએ લોહપુરુષ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી, દેશવાસીઓને ‘એકતાના શપથ’ લેવડાવ્યા.
Exit mobile version