News Continuous Bureau | Mumbai
NCC: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( PM Narendra Modi ) 27મી જાન્યુઆરી, 2024ના રોજ સાંજે 4:30 વાગ્યે દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ( cariappa parade ground ) ખાતે વાર્ષિક NCC PM રેલીને ( NCC PM Rally ) સંબોધિત કરશે.
આ કાર્યક્રમમાં ‘અમૃત કાલ કી NCC’ ( Amrit Kal Ki NCC ) થીમ પર એક સાંસ્કૃતિક કાર્યક્રમનો સમાવેશ કરવામાં આવશે, જેમાં અમૃત પેઢીના યોગદાન અને સશક્તીકરણને દર્શાવવામાં આવશે. વસુધૈવ કુટુમ્બકમની સાચી ભારતીય ભાવનામાં, 24 વિદેશી દેશોના 2,200થી વધુ NCC કેડેટ્સ અને યુવા કેડેટ્સ આ વર્ષની રેલીનો ભાગ બનશે.
આ સમાચાર પણ વાંચો : 5g Innovation : રિલાયન્સ જિયો અને વનપ્લસ સંયુક્ત રીતે કરશે 5G ઇનોવેશન લેબની સ્થાપના, યુઝર્સને થશે આ ફાયદો
વિશેષ અતિથિઓ તરીકે, વાઇબ્રન્ટ ગામોના 400થી વધુ સરપંચો અને દેશના વિવિધ ભાગોમાંથી વિવિધ સ્વ-સહાય જૂથોની 100થી વધુ મહિલાઓ પણ NCC PM રેલીમાં હાજરી આપશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.