ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ મે ૨૦૨૧
શુક્રવાર
કોરોનાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે રિઝર્વ બૅન્કે કેન્દ્ર સરકારને પોતાની સરપ્લસ રકમમાંથી ૯૯,૧૨૨ કરોડ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. રિઝર્વ બૅન્કે કેન્દ્રીય બોર્ડની બેઠકમાં એને મંજૂરી આપી દીધી છે. RBIએ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧થી નાણાકીય વર્ષ બદલ્યું છે અને વર્તમાન નાણાકીય વર્ષ (૨૦૨૧-૨૨) એપ્રિલથી શરૂ થશે અને માર્ચમાં સમાપ્ત થશે છે. અગાઉ રિઝર્વ બૅન્કનું નાણાકીય વર્ષ જુલાઈમાં શરૂ થઈ જૂનમાં સમાપ્ત થતું હતું.
હવે જુલાઈ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧ સુધીના નવ મહિનાના સમયગાળાના સરપ્લસમાંથી આ રકમ આપવાનો કેન્દ્ર સરકારને આપવાનો નિર્ણય RBIએ કર્યો છે. કેન્દ્રીય બોર્ડે બેઠકમાં રિઝર્વ બૅન્કના વાર્ષિક રિપૉર્ટ અને ઍકાઉન્ટને મંજૂરી આપી અને કેન્દ્ર સરકારને 99,122 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની પણ મંજૂરી આપી દીધી હતી. બોર્ડે રિઝર્વ બૅન્કમાં ઇમર્જન્સી જોખમ બફર ૫.૫૦% ટકા સુધી જાળવી રાખવાનું પણ નક્કી કર્યું છે.
ઉલ્લેખનીય છે કે RBI દર વર્ષે સરપ્લસ રકમ કેન્દ્ર સરકારને આપે છે. RBIએ ગયા વર્ષે પણ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે સરકારને સરપ્લસ તરીકે રૂ. ૫૭,૧૨૮ કરોડ ટ્રાન્સફર કર્યા હતા. તેના એક વર્ષ પહેલાં, RBIએ ૧.૭૬ ટ્રિલિયન રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, જેમાં ડિવિડન્ડ તરીકે રૂ. ૧.૨૩ લાખ કરોડ અને વધારાની જોગવાઈઓમાં રૂ. ૫૨,૬૩૭ કરોડનો સમાવેશ થાય છે.