ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૫ મે ૨૦૨૧
બુધવાર
ઓક્સિજનના મુદ્દે દિલ્હી હાઇકોર્ટના નિર્ણયને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સર્વોચ્ચ અદાલતે આજે સુનાવણી દરમિયાન ઉલ્લેખ કર્યો હતો કે મુંબઈની મહાનગર પાલિકાએ ગયા વખતે ઓક્સિજન સપ્લાયમાં ખૂબ સરસ કામ કર્યું હતું. શું આપણે તેમની પાસેથી ન શીખી શકીએ? તેવો સવાલ પણ કેન્દ્રને પૂછ્યો હતો.
જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે અમે મુંબઈ મહાનગર પાલિકા પાસેથી તેમનું ઓક્સિજન મેનેજમેન્ટ મોડલ માગ્યું છે. સર્વોચ્ચ અદાલતે વધુમાં કહ્યું હતું કે અમે અગાઉથી જ બફર સ્ટોક બનાવવા સંકેત આપ્યો હતો. જો આ મુંબઈમાં થઈ શકે તો દિલ્હીમાં પણ થઈ જ શકે છે.
રિસર્ચમાં સામે આવી કોરોનાના નવા મ્યુટેન્ટની તસવીર. જુઓ ફોટો જાણો વિગત…
ઉલ્લેખનીય છે કે કેન્દ્રના અધિકારીએ કોર્ટને જણાવ્યું હતું કે મુખ્ય સમસ્યા ઓક્સિજન ઉત્પાદનની નહિ, પરંતુ કન્ટેનરની છે. અદાલતે સોમવાર સુધીમાં દિલ્હીને ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજન કઈ રીતે મળશે તે પણ જણાવવાનું સૂચન કર્યું છે.