Site icon

સુપ્રીમ કોર્ટે મુંબઈ મહાનગરપાલિકાની પીઠ થાબડી : કેન્દ્ર સરકારને કહ્યું કે આ વસ્તુ બીએમસી પાસેથી શીખો…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૫ મે ૨૦૨૧
બુધવાર
ઓક્સિજનના મુદ્દે દિલ્હી હાઇકોર્ટના નિર્ણયને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સર્વોચ્ચ અદાલતે આજે સુનાવણી દરમિયાન ઉલ્લેખ કર્યો હતો કે મુંબઈની મહાનગર પાલિકાએ ગયા વખતે ઓક્સિજન સપ્લાયમાં ખૂબ સરસ કામ કર્યું હતું. શું
આપણે તેમની પાસેથી ન શીખી શકીએ? તેવો સવાલ પણ કેન્દ્રને પૂછ્યો હતો.
જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે અમે મુંબઈ મહાનગર પાલિકા પાસેથી તેમનું ઓક્સિજન મેનેજમેન્ટ મોડલ માગ્યું છે. સર્વોચ્ચ અદાલતે વધુમાં કહ્યું હતું કે અમે અગાઉથી જ બફર સ્ટોક બનાવવા સંકેત આપ્યો હતો. જો આ મુંબઈમાં થઈ શકે તો દિલ્હીમાં પણ થઈ જ શકે છે.

રિસર્ચમાં સામે આવી કોરોનાના નવા મ્યુટેન્ટની તસવીર. જુઓ ફોટો જાણો વિગત…

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે કેન્દ્રના અધિકારીએ કોર્ટને જણાવ્યું હતું કે મુખ્ય સમસ્યા ઓક્સિજન ઉત્પાદનની નહિ, પરંતુ કન્ટેનરની છે. અદાલતે સોમવાર સુધીમાં દિલ્હીને ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજન કઈ રીતે મળશે તે પણ જણાવવાનું સૂચન કર્યું છે.

Earthquake Tremors Near Delhi-NCR: ફરી ધ્રુજી દિલ્હી-NCR ની ધરતી! હરિયાણાના રેવાડીમાં ભૂકંપનું કેન્દ્ર નોંધાયું, સવાર-સવારમાં આંચકા અનુભવાતા લોકોમાં મચ્યો હાહાકાર.
Sanjay Raut on President Murmu: “રાષ્ટ્રપતિનું મૌન દેશ માટે ઘાતક!” સંજય રાઉતે મણિપુર હિંસા મુદ્દે રાષ્ટ્રપતિ પર સાધ્યું નિશાન; આદિવાસી મહિલાઓનો ઉલ્લેખ કરી પૂછ્યા આકરા સવાલ
Om Birla Removal Process: શું ઓમ બિરલા સ્પીકર પદેથી હટશે? વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પાછળનું શું છે ગણિત; જાણો બંધારણીય પ્રક્રિયા અને નિયમો.
LPG Subsidy Online: હવે ઘરે બેઠા જાણી શકશો ગેસ સબસિડી આવી કે નહીં! જાણો સ્ટેપ-બાય-સ્ટેપ સંપૂર્ણ ઓનલાઈન પ્રોસેસ.
Exit mobile version