News Continuous Bureau | Mumbai
Same Sex Marriage Case: સમલૈંગિક લગ્નની(LGBTQ) કાયદેસરતાને લઈને આજે સુપ્રીમ કોર્ટ એક મહત્વનો ચુકાદો આપી શકે છે. દુનિયાના વિવિધ 34 જેટલા દેશ એવા છે કે જ્યાં આવા પ્રકારના લગ્નને માન્યતા(legal) આપવામાં આવી છે.
આ જ મુદ્દા પર સુપ્રિયો ચક્રવર્તી અને અન્યો દ્વારા દાખલ કરવામાં આવેલી 20 પિટિશનમાં બે પુરૂષો કે બે મહિલાઓ વચ્ચેના લગ્નને કાયદેસરની માન્યતા આપવા અને તમામ અધિકારો પણ મળે તે માટે માંગ કરાઈ છે.
સુપ્રીમ કોર્ટની(supreme court) બેંચ CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ PS નરસિમ્હાની આગેવાની હેઠળની બેંચ સેમ સેક્સ લગ્નને કાનૂની માન્યતા આપવા માટેની વિવિધ અરજી પર ચુકાદો આપશે. જણાવવું રહ્યું કે 11 મે ના રોજ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Gujarat : માંડવી તાલુકાના બડતલ ગામે આદિવાસી મહિલાઓને મશરૂમ ઉછેરની તાલીમ આપવામાં આવી…
સરકાર આ મુદ્દે શું ઈચ્છી રહી છે ?
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી અને અરજીકર્તા સુપ્રિયો ચક્રવર્તી, ઉદયરાજ આનંદ, અભય ડાંગ, પાર્થ ફિરોઝ મેહરોત્રા દ્વારા આ લગ્નોને કાયદેસરતા બક્ષવામાં આવે તે માટે માગ કરવામાં આવી છે. તેમણે સ્પેશ્યલ મેરેજ એક્ટનો ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે તેમની સાથે ભેદભાવ વર્તવામાં આવ્યો છે.
તો આ જ મુદ્દે કેન્દ્ર સરકાર તરફથી નિયુક્ત સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે સરકાર આ મુદ્દે સમિતિની રચના કરી શકે છે તેમજ આવા સમલૈંગિકોની માગ કે સમસ્યા મુદ્દે તેનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરી શકે છે. જો કે આ કમિટિ તેમના લગ્નને કાયદેસરતા આપવાની પક્ષમાં નહી હોય. અરજદારો એટલે કે જેઓ સમલૈંગિક લગ્નની માંગણી કરે છે તે સમસ્યાઓ અંગે તેમના સૂચનો આપવા સાથે તે સરકારને સુચવી શકે છે કે કેવા પ્રકારના પગલા લેવાવા જોઈએ.
સુપ્રીમ કોર્ટે સરકારને સુચિત કરી હતી કે આ મુદ્દો અગર કોર્ટમાં આવે છે તો પછી લડાઈ અને મુદ્દો કાયદાકિય બની જશે. સરકારે જ સમજાવવું જોઈએ કે તે આવા લોકો માટે શું કામ કરી રહી છે કે કામ કરવા માગે છે? સમલૈંગિકો હોવાના ધોરણે સમાજમાંથી તેમનો બહિષ્કાર જ કરી દેવો તે યોગ્ય નથી. કેન્દ્ર એ પણ આ અંગે જવાબ આપ્યો હતો કે સ્પેશિયલ મેરેજ એક્ટ માત્ર વિજાતીય લોકો માટે છે. તે વિવિધ ધર્મોમાં આસ્થા ધરાવતા વિજાતીય લોકોના લગ્ન માટે રજૂ કરવામાં આવ્યું હતું.
તુષાર મેહતાએ જણાવ્યું કે એવા પણ કેટલાય લોકો છે કે જે કોઈ પણ જાતિ વગર પોતાને ઓળખાવવાનું પસંદ કરે છે. હવે આવા સમયે કાયદો તેની ઓળખ કેવી રીતે નક્કી કરશે? એક વર્ગ છે કે જે કહે છે કે લિંગ મૂડ સ્વિંગ પર આધારિત છે. આવી સ્થિતિમાં, કોઈને ખબર નથી કે તેમનું લિંગ શું હશે. ખરો પ્રશ્ન એ છે કે આ કિસ્સામાં કોણ નક્કી કરશે કે માન્ય લગ્ન શું છે અને કોની વચ્ચે છે.