Har Ghar Tiranga: ‘હર ઘર તિરંગા અભિયાન’ની ત્રીજી આવૃત્તિ 9 થી 15 ઓગસ્ટ સુધી ઉજવાશે, સંસદ સભ્યો આ તારીખે તિરંગા બાઇક રેલીમાં ભાગ લેશે

Har Ghar Tiranga: તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આ ઉજવણીમાં સક્રિયપણે ભાગ લેશે, અભિયાનની સફળતા સુનિશ્ચિત કરશે: શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત.

by Hiral Meria
The third edition of 'Har Ghar Tiranga Abhiyan' will be celebrated from August 9 to 15, Tiranga color Bike Rally to happen on 13th august.

News Continuous Bureau | Mumbai

 Har Ghar Tiranga: કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ( Gajendra Singh Shekhawat ) 8 ઓગસ્ટ, 2024ના રોજ જાહેરાત કરી હતી કે સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે “હર ઘર તિરંગા” (એચજીટી) અભિયાનની ત્રીજી આવૃત્તિ 9 થી 15 ઓગસ્ટ, 2024 દરમિયાન ઉજવવામાં આવશે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે, આ પહેલનો ઉદ્દેશ દરેક ભારતીયને રાષ્ટ્રધ્વજ, તિરંગા ફરકાવવા માટે પ્રોત્સાહિત કરીને નાગરિકોમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડવાનો છે. મંત્રીએ નાગરિકોને તેમના ઘરે તિરંગો ફરકાવવા અને ધ્વજ સાથે સેલ્ફી ક્લિક કરવા અને તેને harghartiranga.com પર અપલોડ કરવા વિનંતી કરી 

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2022માં આઝાદી ( Independence Day ) કા અમૃત મહોત્સવના નેજા હેઠળ શરૂ કરવામાં આવેલ “હર ઘર તિરંગા” અભિયાન એક જન આંદોલનમાં પરિવર્તિત થયું છે, જેને સમગ્ર દેશમાં સમાજના વિવિધ વર્ગોએ અપનાવ્યું છે. 2022માં, 23 કરોડથી વધુ ઘરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં ( Flag Hoisting  ) આવ્યો હતો અને 6 કરોડ લોકોએ harghartiranga.com પર ધ્વજ સાથે તેમની સેલ્ફી અપલોડ કરી હતી . વર્ષ 2023માં એચજીટી અભિયાન હેઠળ 10 કરોડથી વધુ સેલ્ફી અપલોડ કરવામાં આવી હતી.

The third edition of 'Har Ghar Tiranga Abhiyan' will be celebrated from August 9 to 15, Tiranga color Bike Rally to happen on 13th august.

The third edition of ‘Har Ghar Tiranga Abhiyan’ will be celebrated from August 9 to 15, Tiranga color Bike Rally to happen on 13th august.

 

મંત્રીએ વધુમાં માહિતી આપી હતી કે, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આ ઉજવણીમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યાં છે, જેથી આ અભિયાનને સફળતા મળશે. ઇ-કોમર્સ પ્લેટફોર્મ, રેલવે, નાગરિક ઉડ્ડયન ક્ષેત્રો, ભારતીય સશસ્ત્ર દળો અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ (સીએપીએફ) જેવા મુખ્ય ઔદ્યોગિક ભાગીદારો પણ માહિતીના પ્રસારમાં અને અભિયાનને પ્રોત્સાહન આપવામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. દેશભરના સ્વ-સહાય જૂથો મોટા પાયે ફ્લેગના ઉત્પાદન અને ઉપલબ્ધતામાં સક્રિયપણે ફાળો આપી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, આ સહિયારા પ્રયાસે રાષ્ટ્રધ્વજનું ( national flag ) સન્માન કરવાનાં વિઝનને વાસ્તવિકતામાં પરિવર્તિત કરી દીધું છે અને ભારતનાં લોકો દ્વારા ભારતનાં લોકોની વધુ એક સીમાચિહ્નરૂપ ઉજવણી કરી રહ્યાં છે.

The third edition of 'Har Ghar Tiranga Abhiyan' will be celebrated from August 9 to 15, Tiranga color Bike Rally to happen on 13th august.

The third edition of ‘Har Ghar Tiranga Abhiyan’ will be celebrated from August 9 to 15, Tiranga color Bike Rally to happen on 13th august.

આ સમાચાર પણ વાંચો:  Western Railway: પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના આ ડેપોને ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પશ્ચિમ રેલવે સ્તરે ‘શ્રેષ્ઠ વેગન ડેપો કાર્ય પર્ફોર્મન્સ શીલ્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યો.

શ્રી શેખાવતે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, હર ઘર તિરંગાની ( Har ghar Triranga Campaign ) ઉજવણીના ભાગરૂપે દેશભરમાં વિવિધ આઉટરીચ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં નીચેની બાબતો સામેલ છેઃ

  • તિરંગા રનઃ દેશભક્તિને પ્રોત્સાહન આપવા માટે દેશભરના વિવિધ શહેરોમાં યોજાશે આયોજન .
  • તિરંગા કોન્સર્ટ: આપણા રાષ્ટ્રીય વારસાની ઉજવણી માટે દેશભક્તિના ગીતો દર્શાવતા મ્યુઝિકલ ઇવેન્ટ્સ.
  • સ્ટ્રીટ પ્લેઝ (નુક્કડ નાટકો): એકતા અને દેશભક્તિનો સંદેશો ફેલાવવા માટે સ્થાનિક સમુદાયોમાં પ્રદર્શન.
  • ચિત્રસ્પર્ધાઓઃ યુવાનો અને બાળકોને રાષ્ટ્ર પ્રત્યેના તેમના પ્રેમની કલાત્મક અભિવ્યક્તિમાં સામેલ કરવા.
  • તિરંગાના ઉત્ક્રાંતિ પર પ્રદર્શનો: રાષ્ટ્રધ્વજના ઇતિહાસ અને મહત્વને દર્શાવતા.
  • ફ્લેશ મોબ્સ: જાહેર સ્થળોએ રાષ્ટ્રીય ગૌરવનું ઉત્સાહપૂર્ણ પ્રદર્શન.

Har Ghar Tiranga:  તિરંગા બાઇક રેલી ( Tiranga Bike Rally ) 

આ અભિયાનની વિશેષતા એ છે કે એક વિશેષ તિરંગા બાઇક રેલી છે, જેમાં સાંસદો સામેલ છે, જે 13 ઓગસ્ટના રોજ સવારે 8 વાગ્યે દિલ્હીમાં યોજાવાની છે. આ રેલી ભારત મંડપમ, પ્રગતિ મેદાન, નવી દિલ્હીથી શરૂ થશે અને ઇન્ડિયા ગેટમાંથી પસાર થતા મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ પર સમાપ્ત થશે.

The third edition of 'Har Ghar Tiranga Abhiyan' will be celebrated from August 9 to 15, Tiranga color Bike Rally to happen on 13th august.

The third edition of ‘Har Ghar Tiranga Abhiyan’ will be celebrated from August 9 to 15, Tiranga color Bike Rally to happen on 13th august.

આ સમાચાર પણ વાંચો:  Paris Olympics 2024: પીએમ મોદીએ પેરિસ ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીતવા બદલ ભારતીય હોકી ટીમને અભિનંદન પાઠવ્યા

28 જુલાઈ, 2024 ના રોજ તેમના તાજેતરના ‘મન કી બાત’ એપિસોડમાં, વડા પ્રધાને નાગરિકોને સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે તેમના ઘરે તિરંગો ફરકાવવા અને ‘હર ઘર તિરંગા’ની પરંપરાને ચાલુ રાખવા વિનંતી કરી, જેમાં છેલ્લા બે વર્ષમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More