News Continuous Bureau | Mumbai
Jagdeep Dhankhar: ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હાથવણાટનાં ઉત્પાદનો પ્રધાનમંત્રીની ‘બી વોકલ ફોર લોકલ’ પહેલનો મુખ્ય ઘટક છે તથા તેમણે ‘સ્વદેશી આંદોલન’ની સાચી ભાવના સાથે હેન્ડલૂમને ( National Handloom Day ) પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી.
Hon’ble Vice-President, Shri Jagdeep Dhankhar presided as Chief Guest over the 10th National Handloom Day at Vigyan Bhavan in New Delhi today.@TexMinIndia @girirajsinghbjp @PmargheritaBJP #NationalHandloomDay pic.twitter.com/jrMirjm9Va
— Vice-President of India (@VPIndia) August 7, 2024
નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આયોજિત 10માં રાષ્ટ્રીય હાથવણાટ દિવસને સંબોધન કરતાં તેમણે આર્થિક રાષ્ટ્રવાદને આપણી કરોડરજ્જુની આર્થિક વૃદ્ધિ અને આર્થિક સ્વતંત્રતા માટે મૂળભૂત ગણાવ્યો હતો. હાથવણાટના પર્યાવરણીય અને સાંસ્કૃતિક મહત્વ પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું હતું કે, “હેન્ડલૂમ્સને પ્રોત્સાહન આપવું એ સમયની જરૂરિયાત છે, દેશની જરૂરિયાત છે અને આબોહવામાં ફેરફારની દ્રષ્ટિએ ગ્રહની જરૂરિયાત છે.”
हथकरघा सबसे बड़ा कुटीर उद्योग है। रोजगार की अपार संभावनाएं हैं, खास कर ग्रामीण महिलाओं के लिए!
पर उन्हें एक ही दिक्कत आती है-
हम बना तो देंगे पर बिकेगा कैसे?
और बिकेगा तो उचित दाम मिलेगा या नहीं?@TexMinIndia #NationalHandloomDay pic.twitter.com/kuJHKBR40R— Vice-President of India (@VPIndia) August 7, 2024
રોજગારીનાં સર્જનમાં હાથવણાટનાં ( Handloom ) મહત્ત્વ પર ભાર મૂકીને, ખાસ કરીને ગ્રામીણ મહિલાઓ માટે, ઉપરાષ્ટ્રપતિએ આ પ્રકારનાં ઉત્પાદનો માટે પર્યાપ્ત માર્કેટિંગ તકો સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી. તેમણે ભારતના કોર્પોરેટ્સને ખાસ કરીને હોટેલ ઉદ્યોગમાં હાથવણાટના ઉત્પાદનોનો ( handicraft products ) વ્યાપકપણે ઉપયોગ કરવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે, આ પ્રકારની પ્રતિબદ્ધતાથી ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન મળવાની સાથે સાથે દેશના અર્થતંત્ર અને રોજગારીની તકોમાં પણ નોંધપાત્ર વધારો થશે.
हथकरघा (हैंडलूम) क्यों बेहतर है?
पर्यावरण के लिए अच्छा है,
आंखों को सुंदर लगता है
हमारी संस्कृति को दिखाता है! #NationalHandloomDay @TexMinIndia pic.twitter.com/Vhut686afB— Vice-President of India (@VPIndia) August 7, 2024
આપણા કરોડરજ્જુના આર્થિક વિકાસના મૂળભૂત તરીકે આર્થિક રાષ્ટ્રવાદની હિમાયત કરતાં શ્રી ધનખરે આર્થિક રાષ્ટ્રવાદના ત્રણ મુખ્ય લાભો દર્શાવ્યા હતા: પ્રથમ, તે કિંમતી વિદેશી હૂંડિયામણ બચાવવામાં મદદ કરે છે; બીજું, આયાતમાં ઘટાડો કરીને, અમે રોજગારની તકો ઉભી કરીએ છીએ અને સ્થાનિક આજીવિકાનું રક્ષણ કરીએ છીએ; અને ત્રીજું, તે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહિત કરીને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપે છે.
आइए संकल्प लें, आदत डालें कि,
हथकरघा के साड़ी, कुर्ते, शॉल, घाघरा, चोली और लुंगी,फैशन बनें! ब्रांड बनें!
इसको स्वदेशी आंदोलन की तरह आगे बढ़ाएं! @TexMinIndia #NationalHandloomDay2024 pic.twitter.com/P2q2acgBwT
— Vice-President of India (@VPIndia) August 7, 2024
7 अगस्त 1905, कलकत्ता के टाउनहॉल में ‘स्वदेशी आंदोलन’ की शुरुआत हुई थी।
इस आंदोलन की याद में ‘राष्ट्रीय हथकरघा दिवस’ चुना गया!
क्यों?
क्योंकि हथकरघा हमारी आर्थिक स्वतंत्रता का प्रतीक है। प्रधानमंत्री जी ने जो नारा दिया है #VocalForLocal हथकरघा उसका अहम अंग है।… pic.twitter.com/p0nCtvJj1V
— Vice-President of India (@VPIndia) August 7, 2024
તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે કેટલીક વ્યક્તિઓ રાષ્ટ્રીય હિતો કરતાં મર્યાદિત આર્થિક લાભોને પ્રાધાન્ય આપે છે, અને રાજકોષીય લાભો ટાળી શકાય તેવી આયાતને ન્યાયી ઠેરવે છે કે કેમ તે અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈ પણ નાણાકીય લાભ, તેના કદને ધ્યાનમાં લીધા વિના, સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક રોજગારના રક્ષણના મૂલ્યને વટાવી શકે નહીં.
આ સમાચાર પણ વાંચો: Parliament Session :રાજ્યસભામાં ભારે હોબાળો.. વિપક્ષના વલણથી દુઃખી થયા જગદીપ ધનખડ, અધ્યક્ષની ખુરશી છોડી ચાલતી પકડી; જુઓ વિડિયો..
07 ઓગસ્ટ, 1905ના રોજ સ્વદેશી ચળવળ શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ સ્થાનિક ઉત્પાદનોને પુનર્જીવિત કરવાનો હતો. આ આંદોલનની 110મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે 07 ઓગસ્ટને વર્ષ 2015માં રાષ્ટ્રીય હાથવણાટ દિવસ તરીકે જાહેર કરવાના પ્રધાનમંત્રી મોદીના દીર્ઘદૃષ્ટા નિર્ણયની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે ભારતનાં ટેક્સટાઇલ મંત્રી શ્રી ગિરિરાજ સિંહ, ટેક્સટાઇલ રાજ્ય મંત્રી શ્રી પબિત્રા માર્ગેરિટા, ટેક્સટાઇલ મંત્રાલયનાં સચિવ શ્રીમતી રચના શાહ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)