Site icon

Wheat Production in India: ભારતમાં હાલ ઘઉંની ખેતીની રીત બદલાઈ, હરિયાળી ક્રાંતિ પછી ભારતમાં ઘઉંના ઉત્પાદનમાં થયો 1000 ટકાનો વધારો..

Wheat Production in India: ભારતમાં ઘઉંના ઉત્પાદનમાં લગભગ 1,000 ટકાનો વધારો થયો છે. 1960ની હરિયાળી ક્રાંતિ પછી આ રેકોર્ડ ઉત્પાદન છે. ઘઉંના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે.

the way wheat is cultivated in India now changed, after the green revolution, there was a 1000 percent increase in wheat production in India..

the way wheat is cultivated in India now changed, after the green revolution, there was a 1000 percent increase in wheat production in India..

News Continuous Bureau | Mumbai 

Wheat Production in India: એક સમયે વિદેશથી આયાત કરાયેલ અનાજ પર નિર્ભર ભારત હાલ ઘઉંના ઉત્પાદનમાં રેકોર્ડ બનાવ્યો છે. સતત પાંચમી વખત ભારતમાં ઘઉંનું ઉત્પાદન 1000 લાખ ટનને વટાવી ગયું છે. તે પણ એવા સમયે સમગ્ર વિશ્વમાં ઘઉંનું ઉત્પાદન અટકી પડ્યું છે.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે, નરસિમ્હા રાવ સરકાર દરમિયાન ઘઉંનું ( Wheat  ) ઉત્પાદન સરેરાશ 550 લાખ ટન હતું, જે અટલ સરકાર દરમિયાન વધીને 650 લાખ ટન થઈ ગયું હતું. તો મનમોહન સિંહની સરકાર દરમિયાન ઘઉંનું સરેરાશ ઉત્પાદન 800 લાખ ટન હતું. જો કે, મોદી સરકારના સમયમાં તે વધીને સરેરાશ 1000 લાખ ટન થઈ ગયું છે, આઝાદી પહેલા ભારતમાં ઘઉંના ઉત્પાદનને લઈને કોઈ નીતિ નહોતી. આઝાદી પછી ભારત અમેરિકા પાસેથી ઘઉં મેળવતું હતું. 1954માં અમેરિકન રાષ્ટ્રપતિએ ઘઉંના વિતરણની નીતિ બનાવી હતી. તેને એગ્રીકલ્ચરલ ટ્રેડ એન્ડ આસિસ્ટન્સ એક્ટ નામ આપવામાં આવ્યું હતું.

 Wheat Production in India: હરિયાળી ક્રાંતિએ ભારતમાં કૃષિની જૂની પદ્ધતિને સંપૂર્ણપણે બદલી નાખી હતી..

દરમિયાન, હરિયાળી ક્રાંતિએ ( Green Revolution ) ભારતમાં કૃષિની જૂની પદ્ધતિને સંપૂર્ણપણે બદલી નાખી હતી. જેમાં હવે ખેડૂતો પાક તૈયાર કરવા માટે જંતુનાશકો અને સાધનોનો ઉપયોગ કરવા લાગ્યા. ભારતના મોટાભાગના ભાગોમાં હવે ઘઉંની કાપણી ( wheat harvest ) માટે મશીનોનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે, સરકાર દ્વારા ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા હતા અને સબસિડી પર ઘઉં આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ બધાનું પરિણામ એ આવ્યું કે ઘઉંનું ઉત્પાદન 1000 ગણું વધ્યું હતું. જેમાં ભારતમાં છેલ્લા 5 વર્ષથી ઘઉંનું ઉત્પાદન 1000 લાખ ટનથી વધુ કરવા માંડ્યુ હતું.

આ સમાચાર પણ વાંચો:  Lok Sabha Elections: લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કામાં 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 889 ઉમેદવારો ચૂંટણી લડશે

ભારત હાલ 74 દેશોમાં ઘઉંની નિકાસ કરે છે – એક સમયે ભારત અમેરિકાથી ઘઉં લેતું હતું, પરંતુ હવે ભારત વિશ્વના 74 દેશોમાં ઘઉંની નિકાસ ( Wheat export ) કરે છે. ભારત જે દેશોમાં ઘઉંનો સપ્લાય ( Wheat supply ) કરે છે તેમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, યમન અને UAE નો સમાવેશ થાય છે.

 Wheat Production in India: ભારત વિશ્વમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કરતો દેશ બની ગયો છે…

વિશ્વ આંકડાકીય માહિતી અનુસાર, ભારત વિશ્વમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કરતો દેશ બની ગયો છે. અહીં કુલ ઘઉંનું 14.4 ટકા ઉત્પાદન થાય છે. ઘઉંના ઉત્પાદનમાં ભારતે હવે અમેરિકાને પણ પાછળ છોડી દીધું છે.

જો કે છેલ્લા 60 વર્ષમાં ઘઉંના ઉત્પાદને રેકોર્ડ બનાવ્યો છે, પરંતુ આવનારા કેટલાક વર્ષો તેના માટે સારા રહેશે નહીં. જેમાં હવે હવામાન પરિવર્તનના કારણે ઘઉંનું ઉત્પાદન ઘટવાની આગાહી કરવામાં આવી છે.

LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Kupwara Encounter: આતંક પર સેનાનો પ્રહાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આટલા આતંકવાદી મરાયા ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ!
Exit mobile version