ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
અયોધ્યા
31 જુલાઈ 2020
પાંચમી ઓગસ્ટે રામજન્મ ભૂમિના પૂજનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. સાધુ-સંતો ઉદ્યોગપતિઓ, નેતાઓ સહિત ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહેશે.
પીએમ મોદીની આ યાત્રા યાદગાર બનાવવા માટે ખાસ કાષ્ટની મૂર્તિ ભેટમાં આપવામાં આવશે. જે કર્ણાટકથી મંગાવવામાં આવી છે. ટિકવુડ માંથી બનેલી દોઢ ફૂટની ધનુષ વાળી રામ ની પ્રતિમા અને એક ફૂટ ના લવકુશ ની પ્રતિમા તેમને ભેટમાં આપશે. આ કોતરકામ રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત શિલ્પકાર રામમૂર્તિએ તૈયાર કરી છે. હકીકતમાં શ્રી રામના ધનુષ ને દક્ષિણ ભારતમાં 'કોદંડ' તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે તેઓ સીતાની શોધમાં નીકળ્યા હતા ત્યારે રામના હાથમાં આ કોદંડ હતું. આથી જ દક્ષિણ ભારતમાં રામને સ્ત્રી રક્ષક તરીકે જોવામાં આવે છે અને રામના કોદંડ રૂપની પૂજા કરવામાં આવે છે. 5 ઓગસ્ટે રામ જન્મ ભૂમિ પૂજન સમયે ઉત્તર પ્રદેશ સરકારના સંસ્કૃતિ વિભાગ તરફથી આ કિંમતી ભેટ વડાપ્રધાનને આપવામાં આવશે.
શ્રી રામચંદ્ર ભૂમિ ટ્રસ્ટે મહેમાનોને પચાસની શ્રેણીમાં વિભાજિત કર્યા છે. 50 મોટા સાધુ સંતો, 50 ઉદ્યોગપતિઓ અને અધિકારીઓ, 50 રામ જન્મભૂમિ મંદિર આંદોલન સાથે જોડાયેલા નેતા કાર્યકરો મળીને કુલ 200 હાઈપ્રોફાઈલ મહેમાનોની યાદીને PMO તરફથી મંજૂરી મળ્યા બાદ, આમંત્રણ પાઠવી દેવાયા છે. સાથે જ આખી અયોધ્યા નગરીને દિવાળીની જેમ રંગરોગાન અને લાઇટોથી શણગારવામાં આવી રહી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com