News Continuous Bureau | Mumbai
Aadhar Card: ભારતમાં દરેક વ્યક્તિ માટે આધાર કાર્ડ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ ( Document ) છે. UIDAI દ્વારા જારી કરાયેલ આધાર કાર્ડની મોબાઈલ સિમથી ( mobile SIM ) લઈને સરકારી કામો માટે જરૂરી પડતી હોય છે. ઘરનું સરનામું બદલ્યા પછી અથવા મોબાઈલ નંબર બદલ્યા પછી, આપણે આધાર કાર્ડ અપડેટ ( Update ) કરવું પડે છે. UIDAI એ આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને મહત્ત્વની માહિતી આપી છે.
UIDAI એ આધાર અપડેટ સમયે જરૂરી દસ્તાવેજોની યાદી બહાર પાડી છે. આ યાદી જણાવે છે કે આધાર અપડેટ સમયે કયા દસ્તાવેજોની જરૂર છે. આ સિવાય UIDAI એ પણ કહ્યું કે, આધાર કાર્ડ અપડેટ કરવા માટે ઉપયોગમાં લેવાતા દસ્તાવેજો પર તમારું નામ અને જન્મ તારીખ સાચી હોવી જરૂરી છે.
આ સમાચાર પણ વાંચો : Business Idea: શું તમે રમકડાનો બિઝનેસ શરૂ કરવા માગો છો? તો અહીં જાણો પહેલા કેવી રીતે કરવી તૈયારી?
આ દસ્તાવેજ જરૂરી
આધાર કાર્ડ અપડેટ ( Aadhaar Card Update ) કરતા સમયે સંબંધનો પુરાવો, મનરેગા જોબ કાર્ડ, પેન્શન કાર્ડ, પાસપોર્ટ, આર્મી કેન્ટીન કાર્ડની જરૂર હોય છે. જ્યારે ડેટ ઓફ બર્થ દસ્તાવેજ તરીકે જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, પાન કાર્ડ, માર્કશીટ, SSLC બુક/પ્રમાણપત્રનો સમાવેશ થાય છે. જ્યારે, આઈડી પ્રૂફમાં પાસપોર્ટ, પાન કાર્ડ, રેશન કાર્ડ, મતદાર આઈડી, ડ્રાઈવિંગ લાઇસન્સનો સમાવેશ થાય છે. સરનામાના પુરાવામાં પાસપોર્ટ, બેંક સ્ટેટમેન્ટ, પાસબુક, રેશન કાર્ડ, પોસ્ટ ઓફિસ ખાતાની વિગતો, મતદાર ID, ડ્રાઇવિંગ લાઇસન્સ, વીજળી બિલ, પાણીનું બિલ સામેલ છે.