News Continuous Bureau | Mumbai
બિહાર (Bihar) માં સુરંગ (Tunnel) બનાવીને રેલવે યાર્ડમાંથી આખું ડીઝલ એન્જિન (Engine) ગુમ થવાના સમાચાર પર હવે રેલવે તરફથી ખુલાસો આવ્યો છે. રેલવે તરફથી કહેવામાં આવ્યું છે કે ટનલ ખોદવા અને એન્જિન ગુમ થવા એ પાયાવિહોણા અને ખોટા સમાચાર છે. વાસ્તવમાં એન્જિનની અંદરથી કોપર વાયરની ચોરી થઈ હતી. જેને કેટલાક મીડિયા દ્વારા આખા એન્જિનની ચોરીનો મામલો કહેવામાં આવી રહ્યો છે. રેલ્વેએ કહ્યું કે આ મામલાની તાત્કાલિક સંજ્ઞાન લઈને, આ બાબતની જાણ થતાં જ રેલ્વે દ્વારા 95% ગુમ થયેલ સામાન પરત મળી ગયો છે. તેમજ આમાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે શુક્રવારે સમાચાર સામે આવ્યા હતા કે ચોરો (Theft) એ બેગુસરાય જિલ્લામાં સ્થિત રેલ્વે યાર્ડમાંથી એક આખું ડીઝલ એન્જિનના ભાગોમાં ખોલીને ચોરી (Thives) કરી લીધી હતી. ચોરોએ યાર્ડમાં ટનલ બનાવીને એન્જિનના પાર્ટ્સની ચોરી કરવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે આખું એન્જિન ચોરી લીધું. એન્જિનને સમારકામ માટે અહીં લાવવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો: સાપ ચપ્પલને સમજી બેઠો શિકાર, મોઢામાં લઈને નાઠો. જુઓ ચપ્પલ ચોર સાપ નો વિડીયો.
