News Continuous Bureau | Mumbai
Indian Railway : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધા માટે અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ અને અમદાવાદ-આસનસોલ એક્સપ્રેસ ટ્રેનોમાં થર્ડ એસી ઇકોનોમી(AC Economy) શ્રેણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જેની વિગતો નીચે મુજબ છે.
- ટ્રેન નંબર 19031/19032 અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ ટ્રેનમાં 16 ડિસેમ્બર 2023 થી બે સ્લીપર શ્રેણીના કોચની જગ્યાએ બે થર્ડ એસી ઈકોનોમી શ્રેણીના કોચ કાયમી ધોરણે ઉમેરવામાં આવશે.
- ટ્રેન નંબર 19435/19436 અમદાવાદ-આસનસોલ એક્સપ્રેસ ટ્રેનમાં 21 ડિસેમ્બર, 2023 થી બે સ્લીપર શ્રેણીના કોચની જગ્યાએ બે થર્ડ એસી ઈકોનોમી શ્રેણીના કોચ કાયમી ધોરણે ઉમેરવામાં આવશે.
ટ્રેનોના સ્ટોપેજ(stoppage), સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી(information) માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈને જોઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : Indian Railway: ભારતીય રેલવેનો મોટો નિર્ણય! હવે ‘આ’ કોચ બનશે જનરલ કોચ? શું છે આ સુચનો.. જાણો સમગ્ર વિગતો અહીં…
