ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
25 જુલાઈ 2020
એક 93 વર્ષના નાઝી ગાર્ડ બ્રુનો ડે'ને જર્મન અદાલતે 5230 લોકોની હત્યા બદલ દોષિત ઠેરવ્યા છે. બ્રુનો 75 વર્ષ પહેલાં સ્ટેથોફ શિબિરમાં ગાર્ડ હતાં, તે વખતે ત્યાં નાઝીઓને મારવામાં તેમણે મદદ કરી હતી. બ્રુનો ડી પોલેન્ડએ ઓગસ્ટ 1944 થી એપ્રિલ 1945 સુધી શિબિર માં કામ કર્યું હતું. બીજા વિશ્વયુદ્ધના અંત પછી પણ બ્રુનો સામે કેસ ચાલ્યો હતો. પરંતુ તે સમયે તે માત્ર 17 વર્ષનો હતો. સગીર હોવાના કારણે તેને ફકત બે વર્ષની સજા થઈ હતી. પરંતુ, માર્યા ગયેલા લોકોના પરિવારોએ ફરી અવાજ ઉઠાવ્યો કે આ સજા ઓછી છે. લોકોએ કહ્યું હતું કે "આ તેમના હત્યા કરાયેલા સંબંધીઓ સાથે અન્યાય છે."
ઉલ્લેખનીય છે કે જર્મનીમાં નાઝી યુગના ગુનેગારોને સજા કરવાની પ્રક્રિયા ઘણાં વર્ષોથી ચાલી રહી છે. આ ક્રમમાં, બ્રુનો ડે પર ફરીથી કેસ ચલાવવામાં આવ્યો હતો.. ફરીયાદીના વકીલોએ જણાવ્યું કે, 'આ ગાર્ડની ઉંમરથી તેના ગુનામાં ઘટાડો થતો નથી.' બ્રુનો ડેને હેમ્બર્ગ સ્ટેટ કોર્ટમાં વ્હીલચેરમાં લાવવામાં આવ્યા હતાં. જયારે ન્યાયાધીશ તેની વિરુદ્ધ ચુકાદો આપી રહ્યા હતા ત્યારે તે નજર નીચે રાખીને કોર્ટમાં સુનમુન બેસી રહ્યાં હતાં. ન્યાયાધીશએ ચુકાદો આપતાં કહ્યું કે, "તમે જે ગુનો કર્યો તે નિર્દય હતો. તમારે આ કાર્યમાં સામેલ ન થવું હતું પણ તમે તેમાં જોડાયા હતાં. તમે 'હત્યાના હુકમનું પાલન' કર્યું, આથી તમે ખૂનમાં સમાન ગુનેગાર છો. જેની, તમારે સજા ભોગવવી પડશે."
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
