News Continuous Bureau | Mumbai
Puducherry: પુડુચેરીના 33 વર્ષીય વેપારી ( businessman ) , જેઓ તેમની સબરીમાલા તીર્થયાત્રાના ભાગ રૂપે તિરુવનંતપુરમમાં ( Thiruvananthapuram ) આવ્યો હતો. ત્યાં આ વેપારી ક્રિસમસ-ન્યૂ યર બમ્પર લોટરીનો ( Christmas-New Year Bumper Lottery ) , રુ. 20 કરોડનું ઈનામ જીત્યો છે અને કેરળના બીજા ક્રમનું સર્વોચ્ચ લોટરીનું ઇનામનો ભાગ્યશાળી વિજેતા બન્યો છે.
લોટરી ( Lottery ) જીત્યા બાદ તે જરૂરી દસ્તાવેજો સાથે તિરુવનંતપુરમમાં લોટરી ડિરેક્ટોરેટને ઈનામ લેવા માટે લોટરીની વિજેતા ટિકિટ સોંપતી વખતે આ વ્યક્તિએ મીડિયાને પોતાનું નામ અથવા સરનામું જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. આ ઇનામ વિજેતાએ પદ્મનાભ સ્વામી મંદિરના લક્ષ્મી સેન્ટરના પૂર્વ નાડા ખાતેના એજન્ટ પાસેથી આ લોટરીની ટિકિટ ( Lottery ticket ) ખરીદી હતી.
બીજું ઇનામ 20 લોકોમાં પ્રત્યેકને રૂ. 1 કરોડનું હતું..
પુડુચેરીના વેપારીએ તેને લોટરી લાગી છે તે વિશે સંપુર્ણ માહિતી ગુપ્ત રાખી હતી અને તે પછી તેણે શુક્રવારે લોટરી નિર્દેશાલયનો સંપર્ક કર્યો. જેમાં વેપારીને ડિરોક્ટોરેટે તેને ટીકીટ લઈને ઓફિસમાં બોલાવ્યો હતો. પરંતુ ડિરેક્ટોરેટની બહાર મીડિયા પર્સન અને ભારે ભીડને જોતા જ વેપારી ગભરાઈ ગયો અને તેથી તેણે મિડીયાને તેનું નામ કે સરનામું કંઈ પણ ન જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : PM Narendra Modi: PM નરેન્દ્ર મોદી આ તારીખના રોજ ઓડિશા અને આસામની મુલાકાત લેશે, વિવિધ પ્રોજેક્ટનું કરશે ઉદઘાટન..
ક્રિસમસ-ન્યૂ યર બમ્પર એ થિરુવોનમ બમ્પર પછી બીજા ક્રમની સૌથી વધુ ઈનામની રકમવાળી લોટરી ટિકિટ છે. આ વર્ષે, ક્રિસમસ-ન્યૂ યર બમ્પર લોટરીમાં પ્રથમ ઇનામ રૂ. 20 કરોડ હતું. જ્યારે બીજું ઇનામ 20 લોકોમાં પ્રત્યેકને રૂ. 1 કરોડનું હતું. જો કે, પ્રથમ પુરસ્કાર વિજેતાને ટેક્સ અને એજન્ટના કમિશન બાદ કર્યા તો પણ અંદાજે રૂ. 12 કરોડ મળશે.