Site icon

Puducherry: આને કહેવાય નસીબ! પુડુચેરીના એક વેપારીએ ક્રિસમસ- ન્યુ યરની અધધ 20 કરોડની બમ્પર લોટરી જીતી, પણ મળશે આટલા જ કરોડ.. જાણો કેમ..

Puducherry: પુડુચેરીમાં તેની સબરીમાલા તીર્થયાત્રા કરવા આવનાર એક વેપારીનું ભાગ્ય ચમક્યુ છે. તેને કેરળનુ બીજુ સૌથી સર્વોચ્ચ ઈનામ મળ્યું છે. તો જાણો શું છે આ ઈનામ..

This is called luck! A businessman from Puducherry won Christmas-New Year Bumper Lottery worth 20 Crores, but will get the same amount

This is called luck! A businessman from Puducherry won Christmas-New Year Bumper Lottery worth 20 Crores, but will get the same amount

News Continuous Bureau | Mumbai 

Puducherry: પુડુચેરીના 33 વર્ષીય વેપારી ( businessman ) , જેઓ તેમની સબરીમાલા તીર્થયાત્રાના ભાગ રૂપે તિરુવનંતપુરમમાં ( Thiruvananthapuram )  આવ્યો હતો. ત્યાં આ વેપારી ક્રિસમસ-ન્યૂ યર બમ્પર લોટરીનો ( Christmas-New Year Bumper Lottery ) , રુ. 20 કરોડનું ઈનામ જીત્યો છે અને કેરળના બીજા ક્રમનું સર્વોચ્ચ લોટરીનું ઇનામનો ભાગ્યશાળી વિજેતા બન્યો છે. 

Join Our WhatsApp Community

લોટરી ( Lottery  ) જીત્યા બાદ તે જરૂરી દસ્તાવેજો સાથે તિરુવનંતપુરમમાં લોટરી ડિરેક્ટોરેટને ઈનામ લેવા માટે લોટરીની વિજેતા ટિકિટ સોંપતી વખતે આ વ્યક્તિએ મીડિયાને પોતાનું નામ અથવા સરનામું જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. આ ઇનામ વિજેતાએ પદ્મનાભ સ્વામી મંદિરના લક્ષ્મી સેન્ટરના પૂર્વ નાડા ખાતેના એજન્ટ પાસેથી આ લોટરીની ટિકિટ ( Lottery  ticket ) ખરીદી હતી.

 બીજું ઇનામ 20 લોકોમાં પ્રત્યેકને રૂ. 1 કરોડનું હતું..

પુડુચેરીના વેપારીએ તેને લોટરી લાગી છે તે વિશે સંપુર્ણ માહિતી ગુપ્ત રાખી હતી અને તે પછી તેણે શુક્રવારે લોટરી નિર્દેશાલયનો સંપર્ક કર્યો. જેમાં વેપારીને ડિરોક્ટોરેટે તેને ટીકીટ લઈને ઓફિસમાં બોલાવ્યો હતો. પરંતુ ડિરેક્ટોરેટની બહાર મીડિયા પર્સન અને ભારે ભીડને જોતા જ વેપારી ગભરાઈ ગયો અને તેથી તેણે મિડીયાને તેનું નામ કે સરનામું કંઈ પણ ન જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  PM Narendra Modi: PM નરેન્દ્ર મોદી આ તારીખના રોજ ઓડિશા અને આસામની મુલાકાત લેશે, વિવિધ પ્રોજેક્ટનું કરશે ઉદઘાટન..

ક્રિસમસ-ન્યૂ યર બમ્પર એ થિરુવોનમ બમ્પર પછી બીજા ક્રમની સૌથી વધુ ઈનામની રકમવાળી લોટરી ટિકિટ છે. આ વર્ષે, ક્રિસમસ-ન્યૂ યર બમ્પર લોટરીમાં પ્રથમ ઇનામ રૂ. 20 કરોડ હતું. જ્યારે બીજું ઇનામ 20 લોકોમાં પ્રત્યેકને રૂ. 1 કરોડનું હતું. જો કે, પ્રથમ પુરસ્કાર વિજેતાને ટેક્સ અને એજન્ટના કમિશન બાદ કર્યા તો પણ અંદાજે રૂ. 12 કરોડ મળશે.

Badrinath-Kedarnath Entry Rules: બદરીનાથ અને કેદારનાથ ધામમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધની જાહેરાત, જાણો મંદિર સમિતિએ કેમ લીધો આ કડક નિર્ણય
Republic Day 2026: આકાશી આફતથી લઈને જમીની હુમલા સુધી ભારત સજ્જ: દિલ્હીમાં લોખંડી બંદોબસ્ત; ચિલ્લા બોર્ડર પર દરેક વાહનનું થશે ચેકિંગ.
Republic Day Security: ૨૬ જાન્યુઆરીએ દહેશત ફેલાવવાનું પાકિસ્તાની કાવતરું નિષ્ફળ; ૨.૫ કિલો RDX સાથે ૪ આતંકીની ધરપકડથી ખળભળાટ.
Faridabad Horror: જે હાથોએ દીકરીને પકડતા શીખવ્યું, તે જ હાથોએ જીવ લીધો! એકડા લખવામાં ભૂલ પડતા પિતાએ ૪ વર્ષની બાળકીને મોતના ઘાટ ઉતારી.
Exit mobile version