News Continuous Bureau | Mumbai
ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં એનએસએ(NSA) અજીત ડોભાલના(Ajit Doval) નિવાસ સ્થાને સુરક્ષા ઉલ્લંઘન(security breach) મામલે સીઆઈએસએફ(CISF) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
અજીત ડોભાલની સુરક્ષામાં ચૂક મામલે ત્રણ સીઆઈએસએફ કમાન્ડોને (CISF commandos) બરતરફ કરી દેવામાં આવ્યા છે.
સાથે એક ડીઆઈજી(DIG) અને એક કમાન્ડેન્ટ રેંકના અધિકારીની બદલી કરી દેવામાં આવી છે.
ભારતના એનએસએ અજીત ડોભાલને સેન્ટ્રલ VIP સુરક્ષા સૂચિ હેઠળ ‘Z+’ શ્રેણીની સુરક્ષા પ્રાપ્ત છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હીમાં એક વ્યક્તિએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(National Security Advisor) અજીત ડોભાલના ઘરમાં કાર લઈને ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાદમાં સુરક્ષાકર્મીઓએ તે વ્યક્તિને પકડી લીધો હતો.
આ સમાચાર પણ વાંચો : તોબા-ખાડાઓને કારણે મુંબઈમાં વેસ્ટર્ન એક્સપ્રેસ પર ટ્રાફિક જામ-વાહનોની લાગી લાંબી લાઈન