News Continuous Bureau | Mumbai
મોજુદા સરકાર જાહેર ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર ઓછો કરવા માંગે છે. જોકે ઉઘાડો ભ્રષ્ટાચાર અનેક જગ્યાએ દેખાય છે. ભારતીય રેલવે ભ્રષ્ટાચાર ની ખાણ છે. અહીં ટિકિટ વેચવાના નામ પર દૈનિક ધોરણે સેંકડો કરોડ રૂપિયાનો ગોટાળો થાય છે. ટિકિટ ચેકર ના માધ્યમથી પૈસા વસૂલવામાં આવે છે અને ત્યારબાદ તે પૈસા નીચેથી ઉપર સુધી પહોંચે છે.
આ સમાચાર પણ વાંચો: હે ભગવાન. એક મચ્છર કરડયો અને 30 સર્જરી કરાવવી પડી. આખરે ટાઈગર મોસ્કીટો (મચ્છર) શું છે અને તેમને શું ઘાતક બનાવે છે? તમે પણ બચીને રહેજો….
હવે સરકાર આ બ્રષ્ટાચાર ને બંધ કરવા માટે તમામ TC ને 4 જી મશીન આપવાની છે. જેને પોઈન્ટ ઓફ સેલ મશીન પણ કહી શકાય છે. આનો અર્થ એ છે કે બે સ્ટેશન પછી કોઈ એક પેસેન્જર ટ્રેનમાં ગેરહાજર રહે તો મશીન માં દેખાઈ જશે કે કઈ સીટ ખાલી છે. ત્યારબાદ જે વ્યક્તિ ટિકિટ ચેકર પાસે જઈને ટિકિટ માંગશે તેને તત્કાળ પૈસા આપીને ટિકિટ આપી દેવામાં આવશે.
તત્કાલ ટિકિટ કઈ રીતે મેળવશો?
ટિકિટ ખરીદવા માટે તમે ઓનલાઈન કોશિશ કરી શકો છો.
તત્કાલ ટિકિટ ખરીદવા નો પણ પ્રયત્ન કરી શકો છો.
જ્યારે તમે રેલવે સ્ટેશન પર પહોંચી જાઓ ત્યારે તમે ટીસી પાસે જાઓ અને તેમની પાસે કન્ફર્મ ટિકિટ માંગો.
આ ટિકિટ તમને ત્યારે મળી શકશે જ્યારે ટ્રેનમાં કોઈ એક પેસેન્જર ગેરહાજર હોય.
આમ ટિકિટ વિન્ડો સિવાય પણ ટીસી પાસેથી પૈસા ચૂકવીને ટિકિટ મેળવી શકાશે.