ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
28 જુલાઈ 2020
અયોધ્યામાં રામ મંદિર અને બાબરી મસ્જિદ ને લઈને જે પ્રકારનો વિવાદ દાયકાઓ અને સદીઓ સુધી ચાલ્યો, એવો વિવાદ ફરી ઊભો ન થાય તેની ખાતરી રૂપે ટાઇમ મશીન કેપ્સુલ રામ મંદિરના પાયામાં ચણાશે. આશરે જમીનથી 200 ફૂટ નીચે એક કન્ટેનરમાં આના ઐતિહાસિક દસ્તાવેજ મુકવામાં આવશે. જેને એક મહત્વના ઐતિહાસિક દસ્તાવેજ તરીકે ઓળખવામાં આવશે.
ટાઈમ મશીન કેપ્સુલ એટલે ' જેમાં જે તે કાળની સામાજિક, રાજનૈતિક, સાંસ્કૃતિક સ્થિતિ નો ઉલ્લેખ હોય. જે તે સમયનો કાળ, સમય, તિથિ, ગ્રહ, નક્ષત્ર નો ઉલ્લેખ હોય તેને ટાઈમ કેપ્સુલ કહેવામાં આવે છે.'
ભારતમાં આ પહેલા પણ આવી રીતે ટાઈમ મશીન કેપ્સુલ ઐતિહાસિક મહત્વ ધરાવતી ઈમારતોના પાયા માં મુકવામાં આવી છે.
1973 માં ઇન્દિરા ગાંધીએ લાલ કિલ્લા ના પાયા માં આવી જ એક ટાઈમ કેપ્સ્યુલ મુકાવી હતી. જેને 'કાલપત્ર' નામ આપવામાં આવ્યું હતું. તત્કાલીન સરકાર ચાહતી હતી કે આઝાદીના 25 વર્ષ પછીની સ્થિતિ અને ઈતિહાસને રાખવામાં આવે. તે સમયે ભૂતકાળની મહત્વપૂર્ણ ઘટનાઓ રેકોર્ડ કરવાનું કામ 'ભારતીય ઐતિહાસિક સંશોધન પરિષદ'ને સોંપવામાં આવ્યું હતું. પરંતુ, આ પ્રોજેક્ટ પૂરો થાય તે પહેલાં જ વિવાદોમાં ઘેરાઇ ગયો હતો. કહેવાતું હતું કે આ 'કાલપત્ર' માં ઇન્દિરા ગાંધીએ પોતાના પરિવારની પ્રશંસાઓ લખીને મૂકી હતી. તે જ સમયે આવનારી ચુંટણીઓમાં ઈન્દિરા ગાંધીનું 'કાલપત્ર ટાઇમ મશીન કેપ્સુલ' બહુ મોટો ચુનાવી મુદ્દો બન્યો હતો. જયારે 1977 માં સત્તા પર આવેલા મોરારજી દેસાઈએ જમીનમાંથી આ ટાઇમ મશીન કેપ્સુલ બહાર કઢાવી હતી. પરંતુ, તેમાં શું લખ્યું હતું તે સરકારે જાહેર કર્યું ન હતું અને આજે પણ 'કાલ પત્ર' એક પહેલી જ બની રહ્યું છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com