News Continuous Bureau | Mumbai
Tirupati Laddu row: તિરુપતિ મંદિરમાં પ્રસાદ તરીકે અપાતા લાડુને લઈને ભારે વિવાદ થઇ રહ્યો છે. હકીકતમાં, આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવતા લાડુમાં પ્રાણીની ચરબી અને માછલીનું તેલ વપરાયું હતું. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પોતે આ આરોપ લગાવ્યો હતો કે વાયએસઆર કોંગ્રેસ પાર્ટીની પાછલી સરકારમાં તિરુપતિ મંદિરમાં પ્રસાદ અને ભોગ માટે બનતા લાડુમાં ઘીની જગ્યાએ પશુઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેના કારણે મંદિરની પવિત્રતા અને લોકોની આસ્થા સાથે ચેડા થયા હતા.
Tirupati Laddu row: સ્વાસ્થ્ય મંત્રી નડ્ડાનું મોટું નિવેદન
તિરુમાલા મંદિરના અર્પણમાં પ્રાણીની ચરબી અંગે આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાનની ટિપ્પણીએ વિવાદ જગાવ્યો છે, જેના પરિણામે રાજકીય આક્ષેપો થયા હતા અને તપાસની માંગ ઉઠી હતી. દરમિયાન હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ તિરુપતિ મંદિર પ્રસાદમ વિવાદને લઈને કહ્યું છે કે અમે આ સમાચારની નોંધ લીધી છે. તેમણે કહ્યું, ‘મેં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ સાથે વાત કરી છે અને તેમની પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. અમે રિપોર્ટની તપાસ કરીશું. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) આ રિપોર્ટની સંપૂર્ણ તપાસ કરશે અને જે પણ નિષ્કર્ષ બહાર આવશે તેના આધારે આ મામલે કાર્યવાહી કરવામાં આવશે.
Tirupati Laddu row: આરોપોની તપાસની માંગ
આ પહેલા કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા તિરુપતિના લાડુમાં પશુ ચરબીના ઉપયોગ અંગેના આરોપોની તપાસની માંગ કરી હતી. જોશીએ ગ્લોબલ ફૂડ રેગ્યુલેટર્સ સમિટ દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે, ‘આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીએ જે પણ કહ્યું છે તે ગંભીર ચિંતાનો વિષય છે. ઝીણવટભરી તપાસ જરૂરી છે અને ગુનેગારોને સજા થવી જોઈએ.
આ સમાચાર પણ વાંચો : Karnataka Judge Row: હાઈકોર્ટના જજે મુસ્લિમ વિસ્તારને ગણાવ્યું ‘મિની પાકિસ્તાન’, ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન; માંગ્યો જવાબ..
Tirupati Laddu row: પ્રયોગશાળાના અહેવાલને ટાંકીને આરોપ લગાવ્યો
મહત્વનું છે કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ 18 સપ્ટેમ્બરના રોજ એનડીએ ધારાસભ્ય દળની બેઠક દરમિયાન એક સનસનાટીભર્યો દાવો કર્યો હતો કે અગાઉની વાયએસ જગન મોહન રેડ્ડીની આગેવાનીવાળી સરકારે તિરુપતિમાં શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરને પણ બક્ષ્યું ન હતું. પ્રયોગશાળાના અહેવાલને ટાંકીને, તેમણે આરોપ લગાવ્યો કે જગન મોહન રેડ્ડી સરકાર દરમિયાન તિરુપતિ મંદિરમાં લાડુ પ્રસાદમ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ઘીમાં પ્રાણીની ચરબી અને માછલીના તેલની ભેળસેળ કરવામાં આવી હતી.
Tirupati Laddu row: ઘીના નમૂનાઓમાં ભેળસેળની પુષ્ટિ
TDP પ્રવક્તા અનમ વેંકટ રમન રેડ્ડીએ ગુરુવારે અમરાવતીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે પ્રખ્યાત શ્રી વેંકટેશ્વર સ્વામીનું સંચાલન કરતા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ દ્વારા આપવામાં આવેલા ઘીના નમૂનાઓમાં ભેળસેળની પુષ્ટિ ગુજરાત સ્થિત લાઈવસ્ટોક લેબ દ્વારા કરવામાં આવી છે. તેમણે કથિત લેબ રિપોર્ટ બતાવ્યો, જે દેખીતી રીતે આપેલ ઘીના નમૂનામાં ‘બીફ ટેલો’, ‘લર્ડ’ અને ‘ફિશ ઓઇલ’ની હાજરીની પુષ્ટિ કરે છે. સેમ્પલ 9 જુલાઈ, 2024ના રોજ લેવામાં આવ્યા હતા અને તેનો રિપોર્ટ 16 જુલાઈએ આવ્યો હતો.