217
Join Our WhatsApp Community
રાજ્યસભામાં કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવ પાસેથી કાગળ છીનવી લઈને ફાડનારા ટીએમસી સાંસદ શાંતનુ સેનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
શાંતનુ સેન હવે ચોમાસુ સત્રના બાકીના સેશનમાં સદનની કાર્યવાહીમાં ભાગ નહીં લઈ શકે.
સરકારે આજે રાજ્યસભામાં શાંતનુ સેનને સદનની બાકી કાર્યવાહીમાંથી બહાર રાખવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સભાપતિએ આ પ્રસ્તાવ પર કાર્યવાહી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજ્યસભામાં જ્યારે સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવ પેગાસસ જાસૂસી કાંડ મામલે નિવેદન આપી રહ્યા હતા ત્યારે તેમના હાથમાંથી સ્ટેટમેન્ટનું પેપર લઈને ટીએમસી સાંસદ શાંતનુ સેને ફાડી ઉપસભાપતિ સામે ઉછાળ્યું હતું.
ઝોમેટોની શૅરબજારમાં ધમાકેદાર એન્ટ્રી : ૫૩%ના જોરદાર પ્રીમિયમ સાથે લિસ્ટ થયો, જાણો વિગત
You Might Be Interested In