News Continuous Bureau | Mumbai
Electricity Demand: ઉનાળાની ઋતુમાં દેશમાં વીજળીની ઊંચી માગને પહોંચી વળવા માટે ભારત સરકારે ગેસ આધારિત પાવર પ્લાન્ટ્સ કાર્યરત કરવાનો નિર્ણય લીધો છે. ગેસ-આધારિત જનરેટિંગ સ્ટેશનોમાંથી મહત્તમ વીજ ઉત્પાદન સુનિશ્ચિત કરવા માટે સરકારે તમામ ગેસ-આધારિત જનરેટિંગ સ્ટેશનોને ઇલેક્ટ્રિસિટી એક્ટ, 2003ની કલમ 11 હેઠળ દિશાનિર્દેશો જારી કર્યા છે (જે અંતર્ગત સરકાર તે નિર્દેશ કરી શકે છે કે એક ઉત્પાદન કંપની, અસાધારણ પરિસ્થિતિઓમાં) કોઈ પણ ઉત્પાદન સ્ટેશનનું સંચાલન અને જાળવણી તે સરકારના નિર્દેશો મુજબ કરે.)
ગેસ-આધારિત જનરેટિંગ સ્ટેશન્સ ( Gas-based power plants ) નો નોંધપાત્ર હિસ્સો હાલમાં બિનઉપયોગી છે, જેનું મુખ્ય કારણ વ્યાવસાયિક બાબતો છે. કલમ 11 હેઠળનો આદેશ, જે આયાતી કોલસા-આધારિત પાવર પ્લાન્ટ્સ માટે કરવામાં આવે છે તે જ રીતે સમાન તર્જ પર છે, તેનો હેતુ આગામી ઉચ્ચ માંગના સમયગાળા દરમિયાન ગેસ-આધારિત જનરેટિંગ સ્ટેશનોમાંથી વીજળીની ઉપલબ્ધતાને ઓપ્ટિમાઇઝ કરવાનો છે. આ આદેશ 1 મે, 2024થી 30 જૂન, 2024 સુધી વીજળીના ઉત્પાદન ( Power generation ) અને પુરવઠા માટે માન્ય રહેશે. ઓર્ડરને અહીં જોઈ શકાય છે.
ગ્રિડ-ઇન્ડિયા ગેસ-આધારિત જનરેટિંગ સ્ટેશનોને વીજ જરૂરિયાતની જાણકારી આપશે
વ્યવસ્થા મુજબ, ગ્રિડ-ઈન્ડિયા ગેસ-આધારિત ઉત્પાદન સ્ટેશનોને પહેલાથી સૂચિત કરશે કે કેટલાં દિવસ માટે ગેસ-આધારિત વીજળી જરુરિયાત છે. વિતરણ લાયસન્સધારકોની સાથે વીજળી ખરીદ સમજૂતી (પીપીએ) રાખવાવાળા ગેસ-આધારિત ઉત્પાદન સ્ટેશન પહેલા પીપીએ ધારકોને પોતાની વીજળીની ઓફર કરવાની રહેશે. જો ઓફર કરવામાં આવેલી વીજળીનો ઉપયોગ કોઈ પીપીએ ધારક દ્વારા કરવામાં ન આવે, તો તે પાવર માર્કેટમાં આપવામાં આવશે. પીપીએ સાથે ન જોડાયેલા ગેસ-આધારિત જનરેટિંગ સ્ટેશનોએ વીજ બજારમાં તેમના ઉત્પાદનની ઓફર કરવી આવશ્યક છે. આ નિર્દેશના કાર્યાન્વયનને સુવિધાજનક બનાવવા માટે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના ચેરપર્સનની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતની રચના કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Landslide: ઘાટકોપરમાં મોડી રાત્રે થયું ભૂસ્ખલન, 10 થી 12 ઝૂંપડા કરાવાયા ખાલી; કોઈ જાનહાની નહીં..
ગેસ આધારિત જનરેટિંગ સ્ટેશનો કાર્યરત કરવાનો નિર્ણય ભારત સરકાર ( Central Government ) દ્વારા ઉનાળાની ઋતુમાં વીજળીની માંગ પૂરી થાય તે સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવેલા શ્રેણીબદ્ધ પગલાંનો એક ભાગ છે. કેન્દ્રીય વીજ તથા નવીન તથા પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી શ્રી આર. કે. સિંહે આ અંગે શ્રેણીબદ્ધ બેઠકો યોજી હતી અને ગરમીની ઋતુમાં ( Summer Season ) લોડને પહોંચી વળવા વીજળીની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ઉનાળાની વીજળીની માગને પહોંચી વળવા માટેના અન્ય પગલાં
- સરકારે ગેસ આધારિત જનરેટિંગ સ્ટેશનો પરના નિર્ણય ઉપરાંત ઉનાળાની માંગને પહોંચી વળવા માટે નીચે મુજબના પગલાં લીધાં છે.
- પાવર પ્લાન્ટ્સની જાળવણીનું આયોજન ચોમાસાની ઋતુમાં સ્થળાંતરિત કરવામાં આવશે
- નવી ક્ષમતાના ઉમેરાઓને ઝડપી બનાવવામાં આવશે
- થર્મલ પાવર પ્લાન્ટ્સના આંશિક આઉટેજને ઘટાડવામાં આવી રહ્યા છે
- કેપ્ટિવ જનરેટિંગ સ્ટેશનો સાથેની વધારાની વીજળીનો ઉપયોગ કરવામાં આવશે
- એનર્જી એક્સચેન્જમાં વેચાણ માટે સરપ્લસ પાવર ઓફર કરવામાં આવશે
- સેક્શન 11 આયાતી-કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સ માટે ઉત્પાદન માટે સંપૂર્ણ ક્ષમતા ઉપલબ્ધ કરાવવા માટે દિશાનિર્દેશો
- જળ વિદ્યુત ઉત્પાદનને પીક અવર્સમાં શિફ્ટ કરવું
- કોલસાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે તમામ હિતધારકો દ્વારા આગોતરું આયોજન
ભારતની વીજળીની માંગ ઝડપથી વધી રહી છે, જે આર્થિક વિકાસ દ્વારા સંચાલિત છે, ખાસ કરીને ગરમ હવામાન અને ઊંચી માંગની અવધિ દરમિયાન. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ 2024ની ગરમ હવામાનની મોસમ દરમિયાન દેશના મોટાભાગના ભાગોમાં સામાન્યથી વધુ મહત્તમ તાપમાનની આગાહી કરી છે. આ સંદર્ભમાં ઉપરોક્ત પગલાં લેવામાં આવી રહ્યાં છે, જે મોસમ દરમિયાન વીજળીની ઊંચી માગની અપેક્ષા મુજબના છે.
આ સમાચાર પણ વાંચો : Inflation: મોંઘવારીના મોરચે મોટી રાહત.. માર્ચ 2024માં ફુગાવો ઘટીને 10 મહિનાની નીચી સપાટીએ આવ્યો; જાણો આંકડા
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.