ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
16 જાન્યુઆરી 2021
આજે સવારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દેશમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી. સૌથી પહેલાં પ્રધાનમંત્રી મોદીએ વૈજ્ઞાનિકોનો આભાર માન્યો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી પોતાના સંબોધન દરમિયાન ભાવુક થયા હતા. તેમણે કહ્યું કોરોના મહામારીથી બીમાર ઘણા સાથીઓ હોસ્પિટલથી ઘરે પરત જ નથી ફર્યા.
# પીએમ મોદીના સંબોધનના મહત્વના મુદ્દાઓ #
> પ્રધાનમંત્રી મોદીએ વૈજ્ઞાનિકોનો આભાર માન્યો છે.
> દેશમાં 3006 કેન્દ્રો પર રસીકરણની શરૂઆત થઈ.
> દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન શરૂ થઇ થયું.
> બહુ ઓછા સમયમાં બે બે મેડ ઈન ઈન્ડિયા વેક્સિન મળી. આ રસી ભારતના ટેલેન્ટનો પુરાવો છે.
> વેક્સિનેશન અભિયાન સિદ્ધાંત પર આધારિત છે. ડોક્ટર, મેડિકલ સ્ટાફને સૌથી પહેલા રસી મળશે. હેલ્થ કેર, ફ્રન્ટલાઈન વોરિયરને પણ મળશે રસી.
> વિદેશી રસી કરતા ભારતની રસી બહુ સસ્તી અને ઉપયોગમાં સરળ છે.
> અફવાથી દુર રહેવાની અપિલ કરતા મોદીએ કહ્યું કે, ભારતની દુનિયામાં વિશ્વસનીયતા છે. મોટાભાગની બાળકો માટેની રસી આજે ભારતમાં બને છે.
> રસીકરણ માટે ટ્રેકિગથી રજીસ્ટ્રેશન માટેની વ્યવસ્થા કરાઈ છે. રસીકરણના બે ડોઝ લેવા જરૂરી. બે ડોઝ વચ્ચે એક મહિનાનું અંતર રાખવું પણ જરૂરી છે