દેશમાં અત્યાર સુધી 5 લાખ 66 હજાર લોકો કોરોનાથી સંક્રમિત, 16,893 લોકોના મોત

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી 

30 જુન 2020

દેશમાં કોરોનામાં અત્યાર સુધી 5 લાખ 66 હજાર લોકોને ચેપ લાગ્યો છે. તેમાંથી 16,893 મૃત્યુ પામ્યા છે, જ્યારે ત્રણ લાખ 34 હજાર લોકો પણ સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 18 હજાર 522 નવા કેસ નોંધાયા છે અને 418 લોકોનાં મોત થયાં છે. કોરોના ચેપની સંખ્યાના સંદર્ભમાં અમેરિકા, બ્રાઝિલ, રશિયા પછી કોરોના રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં ભારત ચોથા ક્રમે છે. જયારે કે ભારત કરતા વધુ કેસો અમેરિકા (2,637,039), બ્રાઝિલ (1,345,254), રશિયા (634,437) માં છે. પરંતુ ભારતમાં વધતા જતા કેસોની ગતિ વિશ્વમાં ત્રીજા ક્રમે છે. અમેરિકા અને બ્રાઝિલ પછી એક દિવસમાં ભારતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. તો બીજી તરફ દર્દીઓના રિકવરી રેટમાં સતત સુધારો થઈ રહ્યો છે. કોરોના દર્દીઓનો રિકવરી દર 58.67% પર પહોંચી ગયો છે. કોરોના પરીક્ષણ માટે ક્લિનિકલ પ્રયોગશાળાઓના વધતા નેટવર્ક સાથે, ભારતમાં પ્રયોગશાળાઓની સંખ્યા હવે વધીને 1,047 થઈ ગઈ છે. તેમાં 760 સરકાર સંચાલિત અને 287 ખાનગી પ્રયોગશાળાઓ શામેલ છે…..

 ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2VupFV1  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com      

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More