ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 13 ડિસેમ્બર 2021
સોમવાર.
તમિલનાડુના કુન્નૂર પાસે સૈન્યનું હેલિકોપ્ટર ક્રેશ થતા દેશના પ્રથમ સીડીએસ જનરલ રાવત સહિત 13 લોકોના મોત નિપજ્યા હતા.
આ સમગ્ર ઘટના બની તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
હાલ જે તપાસ ચાલી રહી છે તેમાં આ વીડિયોને પણ સામેલ કરવામાં આવશે અને તેની ફોરેંસિક તપાસ કરવામાં આવશે.
સાથે જ જે શખ્સે ઘટનાનો વીડિયો ઉતાર્યો છે તેના મોબાઇલની ચકાસણી કરવામાં આવી રહી છે.
અહીં ઉલ્લેખનીય છે કે Mi-17 V-5 હેલિકોપ્ટરને અત્યંત સુરક્ષિત માનવામાં આવે છે. વડાપ્રધાન સહિત અનેક વીવીઆઈપી લોકો આનો ઉપયોગ કરે છે, તેમાં ડબલ એન્જિન હોય છે.
એટલે પ્રશ્ન થાય છે કે જો આ વાહન આટલું સુરક્ષિત છે તો આખરે આ દુર્ઘટના કેવી રીતે ઘટી. શું કોઈ ટેકનિકલ ખામી થઈ કે પછી ધુમ્મસને કારણે દુર્ઘટના બની?
વાયુસેના તરફથી કોર્ટ ઓફ ઈન્ક્વાયરી જાહેર કરવામાં આવી છે જેથી ચોક્કસ કારણ જાણી શકાય.