CDS હેલિકોપ્ટર ક્રેશ: હેલીકોપ્ટરનો વીડિયો બનાવનાર વ્યક્તિના મોબાઇલની થશે ફોરેન્સિક તપાસ, સામે આવશે સાચું કારણ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 13 ડિસેમ્બર 2021

સોમવાર.

તમિલનાડુના કુન્નૂર પાસે સૈન્યનું હેલિકોપ્ટર ક્રેશ થતા દેશના પ્રથમ સીડીએસ જનરલ રાવત સહિત 13 લોકોના મોત નિપજ્યા હતા. 

આ સમગ્ર ઘટના બની તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. 

હાલ જે તપાસ ચાલી રહી છે તેમાં આ વીડિયોને પણ સામેલ કરવામાં આવશે અને તેની ફોરેંસિક તપાસ કરવામાં આવશે. 

સાથે જ જે શખ્સે ઘટનાનો વીડિયો ઉતાર્યો છે તેના મોબાઇલની ચકાસણી કરવામાં આવી રહી છે.

અહીં ઉલ્લેખનીય છે કે Mi-17 V-5 હેલિકોપ્ટરને અત્યંત સુરક્ષિત માનવામાં આવે છે. વડાપ્રધાન સહિત અનેક વીવીઆઈપી લોકો આનો ઉપયોગ કરે છે, તેમાં ડબલ એન્જિન હોય છે.  

એટલે પ્રશ્ન થાય છે કે જો આ વાહન આટલું સુરક્ષિત છે તો આખરે આ દુર્ઘટના કેવી રીતે ઘટી. શું કોઈ ટેકનિકલ ખામી થઈ કે પછી ધુમ્મસને કારણે દુર્ઘટના બની? 

વાયુસેના તરફથી કોર્ટ ઓફ ઈન્ક્વાયરી જાહેર કરવામાં આવી છે જેથી ચોક્કસ કારણ જાણી શકાય.

 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *