ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 જુન 2020
મુંબઈથી લાંબા રૂટની એક્સપ્રેસ અને લોકલ ઉપનગરીય ટ્રેન 12 ઓગસ્ટ સુધી બંધ રહેશે. મુંબઈમાં કોરોના ના દર્દીઓની સંખ્યા રોજબરોજ ઘટવાને બદલે વધી રહી છે આથી સામાન્ય વાયરસ કમ્યુનિટી વાયરસ ન બની જાય તેને ધ્યાનમાં લઇ રેલવે દ્વારા તમામ પ્રકારની ટ્રેનો આગામી 12 ઓગસ્ટ સુધી કેન્સલ કરવામાં આવી છે.
# આમાં મધ્ય રેલ, પશ્ચિમ અને હાર્બર લાઇન પર પણ એક પણ પેસેન્જર કે મેલ એક્સપ્રેસ ટ્રેન નહીં દોડે.
# 1 જુલાઇથી 12 ઓગસ્ટ સુધી અર્થાત આગામી 42 દિવસ સુધીની તમામ બુકિંગ ટિકિટો રદ કરવાનો અને રિફ્ન્ડ આપવાનો નિર્ણય રેલવે બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે.
# કોરોનાને કારણે લોકડાઉન લાગુ થયા બાદ ગત 22 માર્ચથી જ તમામ પ્રકારની મેલ એક્સપ્રેસ ટ્રેનો બંધ છે.
આમ તો ગઈ 12 મે થી દેશની નક્કી થયેલાં 15 રૂટ પર રાજધાની સ્પેશિયલ ટ્રેન અને 1 જૂનથી 200 જેટલી સ્પેશ્યલ ટ્રેનો સામાન્ય નાગરિકો માટે દોડાવવામાં આવી રહી છે. પરંતુ, હવેથી આ રેગ્યુલર સર્વિસ મેલ/એક્સપ્રેસ/ પેસેન્જર અને લોકલ ટ્રેન 12 ઓગસ્ટ સુધી સામાન્ય જનતા માટે બંધ રહેશે.
જ્યારે અતિ આવશ્યક સેવા સાથે જોડાયેલા કર્મચારીઓ માટે મુંબઇની લોકલ ટ્રેનો રાબેતા મુજબ ચાલુ જ રહેશે. આ ઉપનગરીય ટ્રેનોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી એમ પણ રેલવે દ્વારા જણાવવામાં આવ્યું છે…..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com