ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 9 ડિસેમ્બર 2021
ગુરુવાર.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે લોકસભામાં હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટના અંગેની જાણકારી આપી છે.
રાજનાથ સિંહે લોકસભામાં કહ્યું કે જનરલ રાવત એક કાર્યક્રમને સંબોધવા માટે શેડ્યુલ વિઝિટ પર હતા.
તેમણે 11 વાગ્યે સુલુર એરબેઝથી ઉડાણ ભરી હતી. તેઓને 12:15 વાગ્યે વેલિંગ્ટનમાં લેન્ડ થવાનું હતું. પરંતુ 12:08 વાગ્યે કોન્ટેક્ટ ગુમાવી દીધો હતો.
કેટલાક સ્થાનિક લોકોએ જંગલમાં હેલિકોપ્ટરને સળગતું જોયું હતું. ત્યારબાદ તેમણે સ્થાનિક પોલીસને જાણકારી આપી હતી.
એર માર્શલ માનવેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત, તપાસ ટીમ ગઈકાલે જ વેલિંગ્ટન પહોંચી હાઈ છે અને તપાસ શરૂ કરી દીધી છે
લોકસભાએ તમિલનાડુમાં કુન્નુર પાસે લશ્કરી હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય અધિકારીઓના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા બે મિનિટનું મૌન પાળ્યું હતું.