News Continuous Bureau | Mumbai
Tripura Central Government : કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની ( Amit Shah ) ઉપસ્થિતિમાં ભારત સરકાર, ત્રિપુરા સરકાર અને નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા ( NLFT ) અને ઓલ ત્રિપુરા ટાઇગર ફોર્સ ( ATTF )ના પ્રતિનિધિઓ વચ્ચે આજે નવી દિલ્હીમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર થવાના છે. સમજૂતી કરાર પર હસ્તાક્ષર દરમિયાન ત્રિપુરાના મુખ્યમંત્રી પ્રોફેસર (ડૉ.) માણિક સાહા અને ગૃહ મંત્રાલય અને ત્રિપુરા સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.
ગૃહ મંત્રાલય ( Home Ministry ) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત પૂર્વોત્તરના દ્રષ્ટિકોણને પૂર્ણ કરવા માટે અવિરત પણે કામ કરી રહ્યું છે, જે ઉગ્રવાદ, હિંસા અને સંઘર્ષથી મુક્ત છે. પ્રધાનમંત્રીનાં ( Central Government ) નેતૃત્વમાં સરકારે પૂર્વોત્તરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે 12 મહત્ત્વપૂર્ણ સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા છે, જેમાંથી 3 ત્રિપુરા ( Tripura Government ) રાજ્ય સાથે સંબંધિત છે. મોદી સરકાર દ્વારા અનેક કરારો પર હસ્તાક્ષર કરવાને કારણે, લગભગ 10 હજાર લોકો શસ્ત્રો છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે.
આ સમાચાર પણ વાંચો : The lady killer: પ્રાઈમ વિડીયો કે નેટફ્લિક્સ પર નહીં આ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ અર્જુન કપૂર અને ભૂમિ પેડણેકર ની ફિલ્મ ધ લેડી કિલર
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.