News Continuous Bureau | Mumbai
Parliament Security Breach: સંસદમાં સુરક્ષા ભંગના મામલામાં 6 આરોપીઓની ( accused ) ધરપકડ કરવામાં આવી હતી. આ તમામને બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે આમાંથી 5 આરોપીઓએ પોતાનો પક્ષ રજૂ કરતાં પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમાં જણાવામાં આવ્યુ હતું કે, દિલ્હી પોલીસ ( Delhi Police ) આરોપીઓને હેરાન કરી રહી છે. પાંચેય આરોપીઓએ પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે તેમને ગુનો કબૂલ કરાવવા તેમના પર દબાણ લાવવામાં આવી રહ્યો છે, તેમજ તેમનો વિરોધી પક્ષના નેતાઓ સાથે સંબંધ છે એવુ પણ કબુલ કરવા કહેવામાં આવી રહ્યું છે. જો કે આરોપીએ આવા સંબંધની ચોખ્ખી ના પાડી દીધી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, ગઈકાલે યોજાયેલી સુનાવણી ( Court Hearing ) દરમિયાન મનોરંજન ડી, સાગર શર્મા, લલિત ઝા, અમોલ શિંદે અને મહેશ કુમાવતે એડિશનલ સેશન્સ જજ હરદીપ કૌર સમક્ષ તેમની દલીલો રજૂ કરી હતી. તેના પર ન્યાયાધીશે આ છ આરોપીઓની ન્યાયિક કસ્ટડી ( Judicial Custody ) 1 માર્ચ સુધી લંબાવી છે.
BIG BREAKING:
A shocking revelation 💥 🚨Do you remember the parliament security breach in December?
The accused have given statements in court that they were given electric shocks to link their association with opposition parties.
Each accused person was forced to sign about… pic.twitter.com/HtkgTbdc11
— Amock (@Politics_2022_) January 31, 2024
આગામી સુનાવણી માટે 17મી ફેબ્રુઆરીની તારીખ આપવામાં આવી છે…
આ પાંચેય આરોપીઓએ કોર્ટને વધુમાં જણાવ્યું હતું કે, પોલીસે તેમની પાસેથી 70 કોરા કાગળો પર સહીઓ પણ કરાવી લીધી હતી. આ સહીઓ કરવા માટે પોલીસે તેમના પર મોટા પાયે અત્યાચાર ગુજાર્યા હતા. તેમ જ તેમને ઇલેક્ટ્રિક શોક પણ આપવામાં આવ્યો હતો અને તેમને ‘અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ’ ( UAPA ) હેઠળ ગુનાની કબૂલાત કરવાની ફરજ પાડવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : Mumbai Fire: મુંબઈમાં આ જગ્યાએ પાર્કિંગ પ્લેસમાં લાગી ભીષણ આગ.. છ વાહનો બળીને ખાખ… જુઓ વિડીયો.
કોર્ટે આ પાંચેય આરોપીઓના તમામ નિવેદનો સાંભળ્યા હતા અને દિલ્હી પોલીસ પાસેથી આ મામલામાં જવાબ માંગ્યો છે. તેમજ આગામી સુનાવણી માટે 17મી ફેબ્રુઆરીની તારીખ આપવામાં આવી છે.
પાંચેય આરોપીઓએ પોલીસ દ્વારા કરવામાં આવેલી બળજબરી અંગે સંયુક્ત અરજી કરી હતી. તો છઠ્ઠા આરોપી નીલમ આઝાદે પણ આવો આરોપ લગાવતી અરજી દાખલ કરી હતી. પરંતુ તેની અરજી કોર્ટમાં હાલ પેન્ડિંગ છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)