ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
30 જુલાઈ 2020
એક જમાનામાં 'કોડક કંપની'નું નામ સાંભળતાં જ ફોટોગ્રાફીને લગતી બ્રાન્ડ આંખ સામે આવી જતી હતી.. પરંતુ, હવે જમાના સાથે કોડક પણ પોતાની ઓળખ બદલવા જઈ રહ્યું છે. કોરોનાના કાળમાં અમેરિકા અને વિશ્વને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોની સૌથી વધુ જરૂર છે. આથી જ હવે 132 વર્ષ જૂની કોડક કંપની યુ.એસ.એ સરકાર અને ઉત્પાદકો સાથે મળીને રાષ્ટ્રીય સુરક્ષાની આવશ્યકતાઓને પહોંચી વળવા માટે 'ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો' શરૂ કરશે. જે માટે ટ્રમ્પ સરકાર 765 મિલિયન ડોલરની સહાયતા કરવા જઈ રહી છે..
વ્હાઈટ હાઉસ દ્વારા એક મહત્વની જાહેરાત કરાઇ હતી. જેમાં અમેરિકાના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સોદાની રચના કરવા જઈ રહી છે. જે અંતર્ગત કોડકને 765 મિલિયન ડોલરની લોન મળશે. હાલ અંતિમ તબક્કામાં વાટાઘાટો ચાલી રહી છે એમ પણ વ્હાઇટ હાઉસમાં જણાવાયું હતું. કોડકની ફાર્મા કંપની એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થઇ ગયા બાદ, અમેરિકામાં ઉપયોગમાં લેવામાં આવતી તમામ નોન બાયોલોજીકલ અને નોન એન્ટીબેક્ટેરિયલ ફાર્માસ્યુટિકલ ઘટકોના ૨૫ ટકા ઉત્પાદન કરવાની તેની ક્ષમતા થઈ જશે.. હાલના સમયમાં અમેરિકામાં લખાયેલા તમામ પ્રિસ્ક્રિપ્શનમાં 90 % જેનરિક દવાઓ હોય છે આ જેનરિક દવાઓ ના 50% થી વધુ ઘટકો ભારત અને ચીનથી આયાત કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે વિશ્વની જાણીતી કંપની 'કોડક' એ 2012 માં નાદારી નોંધાવી હતી. વિશ્વના મોટાભાગના દેશોમાં ફોટોગ્રાફી અને ફિલ્મી રીલ માટે કોડકનો એક હથ્થુ ઈજારો હતો. પરંતુ, ડિજિટલ નો જમાનો આવતા લોકો એ તરફ વળતા થયા અને કોડકની પડતી શરૂ થઈ હતી. હવે ટ્રમ્પ સરકારે 765 મિલિયન ડોલરની લોન આપી તેને ફરી ઊભા કરવાનો પ્રયત્ન કર્યો છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com