ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
11 ઓગસ્ટ 2020
વ્હાઇટ હાઉસની બહાર સશસ્ત્ર શંકાસ્પદ ગોળીબાર થતા સિક્રેટ સર્વિસ એજન્ટ દ્વારા પ્રેસ બ્રીફિંગમાંથી ડોનાલ્ડ ટ્રમ્પને અચાનક બહાર ખેંચીને લઈ જવામાં આવ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કોન્ફરન્સ દરમિયાન અફરાતફરી મચી ગઇ. જ્યારે એક બંદૂકધારી શખ્સે દોડતા દોડતા આવીને વ્હાઇટ હાઉસની બહાર ગોળીબાર કર્યો હતો. સમય સૂચકતા વાપરીને સિક્રેટ સર્વિસ ના અધિકારીઓ ટ્રમ્પને તરત જ પોતાની સાથે સ્ટેજ પરથી લઇ ગયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ વ્હાઇટ હાઉસની બહાર ફાયરિંગ કરનાર શખ્સને કાબૂમાં લેવા માટે સિક્રેટ સર્વિસના અધિકારીઓએ આરોપીને ગોળી મારવી પડી હતી. ત્યારબાદ ઘાયલ આરોપીને હોસ્પિટલ લઇ જવાયો હતો. પરંતુ, ત્યાં તેનું મોત થયું હતું.
એક ટ્વિટ દ્વારા ઓફિસે જણાવ્યું કે 17મી સ્ટ્રીટ અને પેન્સિલવેનિયા એવનયુ ના શૂટિંગમાં પણ આ શખ્સ સામેલ રહ્યો હતો. જોકે આ ગોળીબાર કેમ કરવામાં આવ્યો તે જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સુરક્ષા અધિકારીઓ શંકાસ્પદ હુમલાનો હેતુ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ગોળીબારની ઘટના દરમિયાન પત્રકાર પરિષદ થોડીવાર માટે સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ પત્રકારોને અમેરિકી પ્રમુખે જણાવ્યું કે, "કોરોનાના સંકટ ને લઈને અમે લગભગ 65 મિલિયન લોકોનું પરીક્ષણ કર્યું છે. આટલી બધી વ્યક્તિનું પરીક્ષણ હજી સુધી દુનિયાના કોઈ દેશએ કર્યું નથી. ભારત 11 મિલિયન સાથે બીજા નંબર પર છે. આશા રાખું છું કે વર્ષના અંત સુધીમાં આપણી પાસે ચોક્કસ કોરોનાની રસી આવી ગઈ હશે."
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com