ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
8 જુલાઈ 2020
રાષ્ટ્રપતિ ટ્રમ્પે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) માંથી સભ્ય તરીકે અમેરિકાનું નામ પાછું ખેંચી લઈ આ દિશામાં પહેલું ઐપચારિક પગલું ભર્યું છે. આ પગલું કોરોના ને લીધે ભરવુ પડ્યું છે. જેના કારણે વિશ્વભરના દેશોમાં કોરોનાવાયરસ નામનો રોગચાળો ફાટી નીકળ્યો હતો અને જેને કારણે વિશ્વભરમાં 540,000 થી વધુ લોકોના જીવ ગયા છે. વાસ્તવમાં ચીને પ્રથમ પોતાને ત્યાં કોરોનાં નો ફેલાવો થયો તેની જાણ કરી WHO ને આપી ન હતી અને જ્યારે આપી ત્યારે ઘણાં દેશોમાં કોરોના ફેલાય ચુકયો હતો. ત્યારે અમેરિકા એ ખુલ્લો આરોપ મૂક્યો હતો કે WHO અને ચીન બંને મળેલાં છે. જેને કારણે આજે અમેરિકામાં લાખથી ઉપર મોત થાય છે. જ્યારે WHO ની ફરજ બનતી હતી કે તે શરૂવાત માં જ આ મહામારી ની જાણકારી લોકોને આપે.. WHO ને સૌથી વધુ ફંડફાળો અમેરિકા આપતું હતું . પરતું અમેરિકાએ આ ફંડ પણ રોકી દીધું છે.
અમેરિકન વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે "કોરોનાવાયરસ કેવી રીતે માણસોમાં સંક્રમિત થયો છે તે વધુ સારી રીતે સમજવા માટે વૈશ્વિક આરોગ્ય એજન્સી, સંશોધનને આગળ વધારવા માટે નિષ્ણાતોને ચીન મોકલી રહ્યું છે". જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર યુ.એસ.માં લગભગ 3 મિલિયન સહિત વિશ્વભરમાં 11.6 મિલિયનથી વધુ પુષ્ટિ થયેલા કોરોનાવાયરસના કેસ નોંધાયા છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com