News Continuous Bureau | Mumbai
રશિયા અને યુક્રેનના યુદ્ધને(Russia ukraine war) લઈને દુનિયાભરમાં ઘઉંની અછત(Wheat shortage) સર્જાઈ રહી છે, ત્યારે તૂર્કીએ(Turkey) ભારતથી આવેલા ઘઉંને રિજેક્ટ કરી દીધા છે.
તુર્કીએ કહ્યું છે કે ભારતના ઘઉંમાં રૂબેલા વાયરસ(Rubella virus) જોવા મળ્યો છે.
તેણે ઘઉંમાં ફાયટોસેનિટરી સમસ્યાઓનો(Phyto sanitary problems) ઉલ્લેખ કરતા 56,877 ટન ઘઉંની ખેપ સાથે પોતાના જહાજને(Ship) ગુજરાતના(Gujarat) કંડલા બંદરે(Kandla port) પાછું મોકલી દીધું છે.
એસએન્ડપી ગ્લોબલ કોમોડિટી ઈનસાઈટ્સે(S&P Global Commodity Insights) પોતાના રિપોર્ટમાં આ જાણકારી આપી છે.
અહેવાલો મુજબ, તુર્કીના એક વેપારીએ કહ્યું કે, ભારતીય ઘઉંમાં(Indian wheat) રુબેલા વાયરસ મળ્યો છે, જેના કારણે દેશના કૃષિ મંત્રાલયે(Ministry of Agriculture) તેને પાછા મોકલવાનો નિર્ણય લીધો છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ જહાજ મધ્ય જૂન સુધીમાં ગુજરાત પહોંચશે.
આ સમાચાર પણ વાંચો : સોનિયા ગાંધી બાદ હવે ગાંધી પરિવારના આ સદસ્યને થયો કોરોના- ઘરમાં જ થયા ક્વોરન્ટાઈન
