Site icon

આગામી 30 દિવસમાં દેશમાં 25 લાખ લગ્નની શરણાઈઓ વાગશે; વ્યાપારીઓનો ઉત્સાહ આસમાને, આટલા કરોડનો વ્યાપાર થવાની શક્યતા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 11 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

તહેવારોની સિઝનમાં જોરશોરથી ધંધો કરવા માટે ઉત્સાહિત દિલ્હી સહિત દેશભરના વેપારીઓ હવે લગ્નની સિઝનની રાહ જોઈ રહ્યા છે. 14 નવેમ્બરથી 13 ડિસેમ્બરમાં લગ્નનો પ્રથમ તબક્કો શરૂ થશે. જેમાં દેશભરમાં લગભગ 25 લાખ લગ્નો થવાની ધારણા છે. માનવામાં આવી રહ્યું છે કે આ સિઝનમાં 3 લાખ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ થઈ શકે છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા એક મીડિયા સંસ્થાને જણાવ્યા અનુસાર આ સિઝનમાં રાજધાની દિલ્હીમાં 1.5 લાખથી વધુ લગ્નો થવાની ધારણા છે. જેના કારણે દિલ્હીમાં જ લગભગ 50 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ થવાની સંભાવના છે.

ગત બે વર્ષમાં કોવિડ અને લગ્નના બહુ ઓછા મુહૂર્તના દિવસો તેમજ સરકાર દ્વારા લાદવામાં આવેલા ઘણા નિયંત્રણોને કારણે ખૂબ જ ઓછી સંખ્યામાં લગ્ન પ્રસંગ યોજાયા હતા. CAITના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે એક મીડિયા સંસ્થાને જણાવ્યું હતું કે લગ્નની સિઝનમાં સારો વ્યાપાર થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને દેશભરના વેપારીઓએ ઝીણવટભરી તૈયારીઓ કરી લીધી છે. લગ્નની સિઝન પહેલા ઘર રીપેરીંગ અને કલરકામનો ધંધો મોટા પ્રમાણમાં થાય છે. બીજી તરફ, ઘરેણાં, વસ્ત્રો, પગરખાં, કંકોત્રી, ડ્રાય ફ્રૂટ્સ, મીઠાઈઓ, ફળો, લગ્નમાં વપરાતી પૂજાની વસ્તુઓ, કરિયાણા, અનાજ, શણગારની વસ્તુઓ, ઈલેક્ટ્રીકલ વસ્તુઓનું વેચાણ વધી જાય છે.

સરહદ પર તણાવ વચ્ચે ભારતનો જડબાતોડ જવાબ, ચીન સહિત આ દેશોના ટૂરિસ્ટને હવે નહીં મળે ઇ-વીઝા; અન્ય 152 દેશોને મળશે આ લાભ
 

દિલ્હી સહિત દેશભરમાં બેન્ક્વેટ હોલ, હોટેલ્સ, ખુલ્લા લૉન, ફાર્મ હાઉસ અને લગ્ન માટેના અન્ય ઘણા પ્રકારના સ્થળો સંપૂર્ણ રીતે તૈયાર છે. એક્સેસરીઝની ખરીદી ઉપરાંત લગ્ન સાથે વિવિધ સેવાઓ પણ સંકળાયેલી છે. જેમાં ટેન્ટ ડેકોરેટર, ફૂલ ડેકોરેશન, ક્રોકરી, કેટરિંગ સર્વિસ, ટ્રાવેલ સર્વિસ, કેબ સર્વિસ, વેલકમિંગ પ્રોફેશનલ ગ્રુપ્સ, વેજીટેબલ વેન્ડર, ફોટોગ્રાફર્સ, વિડીયોગ્રાફર્સ, બેન્ડ- બાજા, શહેનાઈ, ઓરકેસ્ટ્રા, ડીજે, વરઘોડો કાઢવા માટેના ઘોડા, લાઈટ વાળા અને બીજી અનેક પ્રકારની સર્વિસ આ વખતે મોટો બિઝનેસ કરે તેવી શક્યતા છે. સાથે ઈવેન્ટ મેનેજમેન્ટ પણ એક મોટા બિઝનેસ તરીકે ઉભરી આવ્યું છે.

એક મીડિયા રિપોર્ટ મુજબ એક મહિનાની વેડિંગ સિઝનમાં લગભગ 5 લાખ લગ્નો એવા છે જેમાં પ્રત્યેકનો ખર્ચ લગભગ 2 લાખ રૂપિયા હશે. અન્ય 5 લાખ લગ્નોમાં એક લગ્ન દીઠ ખર્ચ લગભગ 5 લાખ જેટલો થવાનો અંદાજ છે. 10 લાખ લગ્નો એવા થશે જેમાં લગ્ન દીઠ 10 લાખ, 4 લાખ લગ્ન જેમાં લગ્ન દીઠ 25 લાખનો ખર્ચ, 50 હજાર લગ્ન જેમાં લગ્ન દીઠ આશરે 50 લાખ અને 50 હજાર લગ્નો જેમાં 1 કરોડ કે તેથી વધુ રકમના ખર્ચનો અંદાજ છે. આ બધાને જોડીને આગામી એક મહિનામાં લગ્નની સિઝનમાં લગભગ 3 લાખ કરોડ રૂપિયાનો વેપાર બજારોમાં થશે. 

દિલ્હી સંવાદમાં આ 8 દેશોની ભાગીદારીએ દર્શાવી ભારતની જીત, પાકિસ્તાન અને ચીને સામેલ થવા નકાર્યું; આ છે કારણ
 

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version