ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 નવેમ્બર, 2021
સોમવાર
ભારતની સ્વદેશી કોરોના રસી કોવેક્સિનને વિશ્વના ઘણા દેશો દ્વારા મંજૂરી આપવામાં આવી છે. શું તમે જાણો છો કે રસીના ટ્રાયલમાં 20 રીસસ મેકાક વાંદરાઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ વાતનો ઉલ્લેખ 'ગોઈંગ વાઈરલઃ મેકિંગ ઓફ કોવેક્સિન ધ ઈન્સાઈડ સ્ટોરી' પુસ્તકમાં કરવામાં આવ્યો છે. પુસ્તકમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડાયરેક્ટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવે ભારતની સ્વદેશી રસી બનાવવા, ટ્રાયલ અને મંજૂરી વિશે કેટલીક એવી બાબતોનો ઉલ્લેખ કર્યો છે. જેના વિશે કોઈ જાણતું નથી.
આ પુસ્તકમાં ICMRના ડૉ. બલરામ ભાર્ગવે કોવિડ-19 સામે ભારતીય વૈજ્ઞાનિકોના પડકારો, રસી બનાવવા માટે મજબૂત લેબોરેટરી નેટવર્કનો વિકાસ, નિદાન, સારવાર અને સેરોસર્વે સહિતની નવી ટેક્નોલોજી સાથે અનેક મહત્વપૂર્ણ બાબતોનો ખુલાસો કર્યો છે. ડો. ભાર્ગવ કહે છે કે એ યાદ રાખવું અગત્યનું છે કે રસીની સફળતાની વાર્તાના હીરો માત્ર માણસો નથી. તેમાં 20 વાંદરાઓનું યોગદાન છે. જેના કારણે આપણામાંથી લાખો લોકો પાસે હવે જીવનરક્ષક રસી છે. પુસ્તકમાં આગળ જણાવાયુ છે કે જ્યારે અમે આ તબક્કે પહોંચ્યા જ્યાં અમને ખબર હતી કે રસી નાના પ્રાણીઓમાં એન્ટિબોડીઝ ઉત્પન્ન કરી શકે છે, તો પછીનું પગલું વાંદરાઓ જેવા મોટા પ્રાણીઓ પર તેનું પરીક્ષણ કરવાનું હતું. જેમના શરીરની રચના અને રોગપ્રતિકારક શક્તિ માણસો જેવી જ હોય છે. વિશ્વભરમાં તબીબી સંશોધનમાં ઉપયોગમાં લેવાતા, રીસસ મકાક વાંદરાઓ આ પ્રકારના સંશોધન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
રસીના વિકાસની વાર્તા પર વધુ વિગત આપતાં, ડૉ. ભાર્ગવે જણાવ્યું હતું કે, ICMR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજીની લેવલ 4 લેબોરેટરી, જે પ્રાઈમેટ અભ્યાસ માટે ભારતમાં એકમાત્ર અત્યાધુનિક સુવિધા છે. તેણે ફરી એકવાર આ મહત્વપૂર્ણ સંશોધન કરવાનો પડકાર સ્વીકાર્યો. આ પછી સૌથી મોટી અડચણ એ હતી કે રીસસ મકાક વાંદરાઓ ક્યાંથી મેળવવા. કારણ કે ભારતમાં પ્રયોગશાળાઓ દ્વારા ઉછેરવામાં આવતા રીસસ મકાક નથી. આ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના સંશોધકોએ ભારતભરના ઘણા પ્રાણી સંગ્રહાલય અને સંસ્થાઓનો સંપર્ક કર્યો. આ માટે એવા યુવાન વાંદરાઓની જરૂર હતી જેમના શરીરમાં સારી એન્ટિબોડીઝ હોય.
રસીના ટ્રાયલ માટે, ICMR-NIV ની ટીમે વાંદરાઓને ઓળખવા અને પકડવા માટે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે લોકડાઉનના કારણે આ વાંદરાઓ સામે ખોરાકનું સંકટ ઉભું થયું હતું, જેના કારણે તેઓ ગાઢ જંગલમાં ગયા હતા. આ પછી, વૈજ્ઞાનિકોની મદદ માટે મહારાષ્ટ્ર વન વિભાગે જંગલોનું સ્કેનિંગ કર્યું અને નાગપુરમાંથી 20 મકાક વાંદરાઓને પકડ્યા હતાં.
JNUમાં ફરી ભડકી હિંસા, વિદ્યાર્થીના બે જૂથ વચ્ચે મારામારી; અનેક ગંભીર રીતે ઘાયલ