ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 સપ્ટેમ્બર 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યક્તિગત વેબસાઈટનું ટ્વિટર એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું હતું. હેકરે કોવિડ-19 રિલીફ ફંડ માટે બિટકોઈનમાં દાન આપવાની માંગ કરી હતી.. જો કે વાત ધ્યાનમાં આવતાં તાત્કાલિક આ ટ્વીટ્સ ડિલીટ કરી દેવામાં આવી હતી. પીએમ મોદીની પર્સનલ વેપસાઈટના ટ્વિટર એકાઉન્ટના મેસેજમાં લખવામાં આવ્યું કે, 'હું તમને લોકોને અપીલ કરું છું કે કોવિડ-19 માટે રચવામાં આવેલા પીએમ રિલીફ ફંડમાં દાન આપો.' આ તમામ ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઈટનું પણ ટ્વિટર એકાઉન્ટ છે અને તેના 25 લાખ જેટલા ફલોઅર્સ છે.
ટ્વિટરે ગુરુવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઈટનું ટ્વિટર એકાઉન્ટ હેક કર્યું હોવાની પુષ્ટિ કરી હતી.. આ સંદર્ભે ટ્વિટરે જણાવ્યું કે તે આ સમગ્ર બાબતથી વાકેફ છે અને તેમણે એકાઉન્ટ સુરક્ષિત કરવા માટે પગલા લીધા છે.
પેટીએમ મોલના ડેટા ચોરીમાં પણ જોન વિક ગ્રુપનું નામ સામે આવ્યું હતું. સાયબર સિક્યોરિટી ફર્મ સાઈબલે, 30 ઓગસ્ટના દાવો કર્યો હતો કે જોન વિક ગ્રુપે પેટીએમ મોલનો ડેટા ચોરી કર્યો હતો. સાઈબલે એવો દાવો પણ કર્યો હતો કે આ હેકર ગ્રુપે (રેન્સમ) ખંડણીના નાણાં માંગ્યા હતા. જો કે પેટીએમે આ દાવો ફગાવી કહ્યું હતું કે 'ડેટા લીક જેવી કોઈ ઘટના ઘટી જ નથી.'
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…