સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર અને ભારત સરકારની વચ્ચે ચાલી રહેલો વિવાદ બંધ થવાનું નામ લઇ રહ્યો નથી.
ટ્વિટરે કેન્દ્રીય સૂચના તેમજ પ્રસારણમંત્રી રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ અંદાજીત એક કલાક સુધી લોક કરી દીધું હતું
જો કે મંત્રીએ વાંધો ઉઠાવ્યો અને ચેતવણી આપ્યા બાદ તેમનું એકાઉન્ટ ફરીથી ચાલુ કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય મંત્રીએ સોશિયલ સાઇટ કુ પર આ માહિતી આપી હતી. તેમના કહેવા મુજબ યુએસ કાયદા ટાંકીને ટ્વિટરે તેમનું એકાઉન્ટ બ્લોક કર્યું હતું.