ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 ઓગષ્ટ 2020
થોડા દિવસો અગાઉ વિશ્વભરની 130 જાણીતી હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ હેક કરનાર 17 વર્ષના માસ્ટર માઇન્ડ યુવકની અમેરિકાના ફ્લોરિડામાથી ધરપકડ થઈ છે. આ ટ્વિટર હેકર્સએ સેલિબ્રિટીઓના એકાઉન્ટમાંથી તેમના વપરાશકારોને નિશાન બનાવી ટ્વીટ કર્યું હતું કે, "જે યુઝર્સ ટ્વિટ કરાયેલી લીંકમાં એક હજાર ડોલરના બીટકોઈન જમા કરાવશે તેને ડબલ કરીને બે હજાર ડોલરના બીટકોઈન આપવામાં આવશે.
હેકિંગની આ ઘટના સામે આવ્યા બાદ અમેરિકા સહિત વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો હતો. બિલ ગેટ્સ, ઈલોન માસ્કથી લઈને ખુદ ટ્વીટરના સીઈઓ જેકનું એકાઉન્ટ હેક કરાયું હતું. તપાસ દરમિયાન ત્રણ હેકર્સ પકડાયા હતા. જેમાં બ્રિટનનો 19 વર્ષીય યુવાન, એક 22 વર્ષીય યુવતી અને મુખ્ય માસ્ટર માઈન્ડ યુવકની પોલીસે ધરપકડ કરી છે.
હેકિંગ કરનાર યુવકે આ દરમિયાન એક લાખ ડોલરનું કૌભાંડ આચર્યું હોવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ યુવકે સાત લાખ ડોલરના બીટકોઈન જમા કર્યા હતા. મુખ્ય આરોપી યુવાન પર વિવિધ ધારાઓ હેઠળ ત્રીસ ગુના નોંધવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ 130 એકાઉન્ટમાંથી 45 ને ટ્વિઈટ કરાઈ હતી. જેમાંથી 36 એકાઉન્ટ ના મેસેજ એક્સસ થયા હતા. જ્યારે સાત ટ્વિટર એકાઉન્ટના તમામ ડેટા ડાઉનલોડ કરાયા હતા..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com