ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઑગસ્ટ, 2021
શુક્રવાર
ટ્વિટર ઈન્ડિયાના હેડ મનીષ મહેશ્વરીનું ટ્રાન્સફર કરવામાં આવ્યું છે.
કંપનીએ તેમને હવે અમેરીકાના સાનફ્રાન્સિસ્કોમાં નવી નિમણૂક કરી છે.
અહીં તેઓ કંપનીના રેવન્યૂ સ્ટ્રેટેજી અને ઓપરેશન વિભાગમાં સીનિયર ડાયરેક્ટર પદે નિયુક્ત કરાયા છે.
ટ્વિટરના જાપાન અને એશિયા પેસેફિક એરિયાના વાઈસ પ્રેસિડેન્ટ યુ સાસામોટોએ કહ્યું કે મનિષ મહેશ્વરી હજુ પણ કંપની સાથે છે.
અહીં તેમને હવે નવી ભૂમિકા નિભાવવા માટે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો મોકલવામાં આવ્યા છે. ત્યાં તેઓ કંપનીમાં સિનીયર ડાયરેક્ટરની જવાબદારી નિભાવશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા તેઓ ગાઝિયાબાદમાં એક વૃદ્ધને માર મારવાના વિવાદને લઈને ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા. તો સરકારની પોલીસીના ઉલ્લંઘને લઈને પણ ટ્વીટર સતત વિવાદમાં રહ્યું છે.
