સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટરે પોતાની ભૂલ સ્વીકાર કરતાં ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકેયા નાયડુનું ઍકાઉન્ટ ફરીથી વેરિફાઇડ કરી દીધું છે.
થોડી વાર પહેલાં ટ્વિટરે ઉપરાષ્ટ્રપતિનું ઍકાઉન્ટ અનવેરિફાઇડ કરી દીધું હતું.
સરકારના કડક વલણને કારણે ટ્વિટરે પોતાનો નિર્ણય પરત લીધો છે.
સરકાર તરફથી સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ઉપરાષ્ટ્રપતિ દેશના બીજા સૌથી મોટા સંવૈધાનિકપદ પર છે. સંવૈધાનિકપદ પર બેઠેલી વ્યક્તિ કોઈ પાર્ટીનો ભાગ હોતા નથી. એટલા માટે સરકાર ટ્વિટરની આ હરકતને સંવૈધાનિક અનાદારની દૃષ્ટિએ જુએ છે.
જોકે આ મામલે ટ્વિટરે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, લાંબા સમયથી ઍકાઉન્ટ લોગ ઇન નહીં કરાયું હોવાથી આ પગલું ભરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે અગાઉ કૉન્ગ્રેસના ટૂલકિટ મુદ્દે ભાજપના નેતાઓ અને સાંસદની ટ્વીટને મેનિપ્યુલેટેડ ગણાવતાં સરકારે ટ્વિટર પર રોષ વ્યક્ત કર્યો હતો.
પશ્ચિમ બંગાળમાં શરૂ થયો નવો ખેલ; હવે વેક્સિન સર્ટિફિકેટ પર મોદીની જગ્યાએ મમતાનો ફોટો, જાણો વિગત
