ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
15 જુન 2020
પાકિસ્તાની રાજધાની ઇસ્લામાબાદથી છેલ્લા કેટલાક કલાકોથી ભારતીય હાઈકમિશનના ભારતીય અધિકારીઓ ગુમ થયાના અહેવાલ છે. એવી આશંકા છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું છે. આ શંકા વધુ બળવત્તર બની છે કેમ કે ભારત કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહ્યું છે અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમા ભારતીય સૈન્યની કાર્યવાહીને કારણે પાકિસ્તાનમાં હંગામો છે.
લાપતા બંને કર્મચારી ISFના ડ્રાઇવર તરીકે કામ કરી રહ્યાં હતા. આજે સવારે બંને ફરજ દરમિયાન નિયત સ્થળ પર પહોંચ્યાં ન હતા. આ સાથે આ મામલો પાકિસ્તાનના જવાબાદાર અધિકારીઓ સામે અને સાથે પાકિસ્તાન સરકારને પણ આ અંગે જાણ કરવામાં આવી છે.
પાકિસ્તાનમાં ભારતીય રાજદ્વારીઓને પરેશાન કરવાનો મામલો સામે હજુ થોડા દિવસ પહેલા સામે આવ્યો હતો. ઇસ્લામાબાદ માં ભારતીય ડેપ્યુટી હાઇ કમિશનર ગૌરવ અહલૂવાલિયાને પરેશાન કરવાનું કાવતરું થઇ રહ્યું હતું. 31મે ના રોજ ISI ના લોકોએ બાઇક વડે ડેપ્યુટી હાઇ કમિશનર ગૌરવ અહલૂવાલિયાનો પીછો કર્યો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આવી ઘટનાઓ પર ભારતીય ઉચ્ચ આયોગએ પાકિસ્તાન વિદેશ મંત્રાલયને પત્ર લખીને તપાસ કરવાની માંગ કરી છે અને ભારતના અધિકારીઓને પાકિસ્તાનમાં કડક સુરક્ષા મળે તેવી માંગ કરી છે…..