ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
14 ઓક્ટોબર 2020
જમ્મુ- કાશ્મીરના શોપિયા જિલ્લામાં બુધવારે સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં બે અજાણ્યા આતંકવાદીઓ માર્યા ગયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસ અધિકારી ના જણાવ્યા મુજબ, સુરક્ષા બળોએ ત્યાં આતંકવાદીઓની હાજરી હોવાની માહિતી મળી હતી. જેને પગલે શોપિયન જિલ્લાના ચકુરા વિસ્તારમાં કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું..
વધુમાં તેમણે કહ્યું હતું કે સુરક્ષા દળો જ્યારે તે જગ્યાઓ પર શોધખોળ કરવા ગયાં ત્યારે આતંકવાદીઓએ છુપાઈને ગોળીબાર કર્યો ત્યારે બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું. આ કાર્યવાહીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. જો કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ અને જૂથ જોડાણ જાણી શકાયું નથી. તેમજ વધુ આતંકવાદી ઓ છુપાયાં છે કે નહીં તેની તપાસ કરી રહયાં છે..