ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
25 મે 2020
આઈજી કાશ્મીરના જણાવ્યાં મુજબ સોમવારે (25 મે) સવારે કુલગામ જિલ્લાના ખુર ગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ એન્કાઉન્ટરના સર્ચ ઓપરેશન દરમિયાન 34 આરઆર, સીઆરપીએફ અને કુલગામ પોલીસ સહિતના દળની સંયુક્ત ટીમે બે-ત્રણ આતંકવાદીઓને પકડ્યા હતા. આતંકીઓને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓએ જવાબી કાર્યવાહી કરી સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો, અને આમ પોલીસે પણ સામો ગોળીબાર ના એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા . મીડિયાને જણાવ્યાં મુજબ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર માં 300 થી વધુ આતંકીઓ લોંચ પેડમાં હાજર હતા, અને ભારતમાં ઘૂસણખોરીની રાહ જોઈ રહયા હતા.અને આથી જ …. જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના કાવતરાને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષા કર્મીઓ એ ઉચ્ચ તકેદારી રાખી હતી.
ડીજીપીએ એમ પણ ઉમેર્યું કે આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં 30 આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરી થવાના અહેવાલો છે, જ્યારે જમ્મુ-કાશ્મીરના અંતરિયાળ વિસ્તારમાં 240 થી વધુ આતંકીઓ કાર્યરત છે..