ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
10 જુલાઈ 2020
બોગસ પાયલટોના મુદ્દે અમેરિકાએ પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાયન્સ (PIA) ઉપર કાર્યવાહી કરી છે. અમેરિકાના ટ્રાન્સપોર્ટેશન વિભાગે, પાકિસ્તાની પાયલોટના લાયસન્સ અને સર્ટિફિકેટને લઈને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FDA)એ ચિંતા વ્યક્ત કરી છે. આ પહેલા યૂરોપિયન યૂનિયન ઉપરાંત 8 દેશ પહેલા જ બેન મૂકી ચૂક્યા છે. કુવૈત, ઈરાન, જોર્ડન અને UAE જેવા મુસ્લિમ દેશ પણ પહેલેથી જ PIA અને પાકિસ્તાન પાયલટ ઉપર બેન મૂકી ચૂક્યા છે. તેની સાથે યુરોપીય યૂનિયન સેફ્ટી એજન્સીએ પોતાના 32 સભ્ય દેશોને કહ્યું છે કે તેઓ તાત્કાલિક પાકિસ્તાનના પાયલટ ઉપર બેન લગાવે.
પાકિસ્તાને 34 પાયલટોના લાયસન્સને સસ્પેન્ડ કરી દીધા છે. પાક.ની એવિએશન મિનિસ્ટ્રીએ કહ્યું છે કે "આ કેસ સામે આવ્યા પછી અમારી પ્રતિષ્ઠા જોખમમાં છે". પાકિસ્તાનની આ સરકારી એરલાયન્સમાં 850 પાયલટ છે. તેમાંથી 262 પર પ્લેન ઉડાવવાનો પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ તમામ પાયલટના લાયસન્સ, ફ્લાય ઓકે સર્ટિફિકેટ અને ડિગ્રીઓની તપાસ થઈ રહી છે.. આ કૌભાંડ ત્યારે સામે આવ્યું જ્યારે ગત 22 મેના રોજ કરાચીમાં PIA નું પ્લેન ક્રેશ થયું. 25 જૂને તેનો તપાસ રિપોર્ટ સંસદમાં રજૂ થયો. એવિએશન મિનિસ્ટરે કહ્યું- અકસ્માત પાયલટની ભૂલથી થયો છે. નાદાર થવાને આરે રહેલ PIAની મુશ્કેલી વધી છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com